દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહ્વાન કર્યું છે. તેને મારું તન, મન, ધનથી સમર્થન છે. હું મારા ઘરે અને કાર્યાલયે તા. ૧૩ થી ૧૫ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રનું સન્માન કરીશ.
તેમણે નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા આહ્વાન કરતા જણાવ્યું કે, તમામ લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈ તેને સફળ બનાવે. આઝાદીના અમૃત મહોત્સવને આપણે પોતાના ઘરે તિરંગો લહેરાવીને ઉજવીએ અને પુરા ઉત્સાહ અને જોશ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધાવી લઈએ અને તેમાં જોડાઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.
આઝાદીનો અમૃત મહોત્સવ : હર ઘર તિરંગા અભિયાન – દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીનું આહ્વાન : હું તિરંગો લહેરાવીશ, તમે પણ લેહરાવજો
RELATED ARTICLES