Wednesday, January 22, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાઆદિજાતિ પટેલીયા પરિવાર દ્વારા ગુજરાતના સેવાકીય કાર્યને વધુ પ્રવાહ આપવા બદલ વડોદરાના...

આદિજાતિ પટેલીયા પરિવાર દ્વારા ગુજરાતના સેવાકીય કાર્યને વધુ પ્રવાહ આપવા બદલ વડોદરાના રહેવાસી દાતાઓ દ્વારા ગરબાડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ મેડિકલ સાધનોની સહાય આપવામાં આવી

આદિજાતિ પટેલીયા પરિવાર, ગુજરાતના સેવાકીય કાર્યને વધુ પ્રવાહ આપવા બદલ. વડોદરાના રહેવાસી દાતાશ્રીઓ દ્વારા આદિજાતિ પટેલિયા સમાજને માધ્યમમાં રાખી, ગુજરાતના છેવાડાના આદિવાસી વિસ્તારમાં મેડીકલ સુવિધા વધુ સારી રીતે થઇ શકે તેવા હેતુસર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ મેડિકલ સાધનોની સહાય આપવામાં આવી હતી. આ સાધનો જરૂરિયાત મુજબ ગરબાડાના અલગ-અલગ પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં આપવામાં આવશે.
દાતાઓએ નીચે પ્રમાણે ની સાધન સહાય કરી છે.
(૧) ધોરણ – ૧૨ માં અભ્યાસ કરતા, પ્રથમ અગ્રવાલ,
નવરચના સ્કૂલ વડોદરા દ્વારા “મિલાપ એપ” ના માધ્યમથી જનસેવા માટે જે ફંડ ભેગું કર્યું હતું, એ ફંડમાંથી પાંચ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેશન મશીન, ગરબાડા સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સારવાર અર્થે નિશુલ્ક દાન કરેલ છે. (૨) માણેકબા વ્રીજવ્લા એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ – વડોદરા દ્વારા નિલાંબર ગ્રુપે આશરે ૩૦ હજાર રૂપિયાના ત્રણ મેડીકલ સાધનો જેવા કે: (A) ફયુમીગેટર મશીન (નંગ 1), (B) ફીટલ ડોપલર – નાના બાળકોના ઉપયોગમાં આવે છે. (નંગ – 1) અને (C) ઓટોકેલ્વ ડબલ ડૢમ મશીન (નંગ 1) આપેલ છે.

ઉપરોક્ત મેડિકલ સાધનો ગરબાડા સુધી પહોંચે તે માટે “આદિજાતિ પટેલીયા પરિવાર”, ના મેમ્બર ડો.હિતેષ રાઠોડ, સુરેશભાઈ પરમાર, અને નવલભાઇ પરમાર દ્વારા એક માધ્યમ બની આ સેવા, સામુહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા ખાતે દર્દીની મફત સારવાર અર્થે, પહોંચતી કરવામાં મદદરૂપ થયા હતા આ મશીનો ગરબાડા ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્ર પરથી જેસાવાડા, પાંચવાડા, જામ્બુવા, ગાંગરડી અને ગરબાડા વગેરે જેવા હેલ્થ સેન્ટરો પર પહોંચાડવામાં આવશે આ સાથે ડો.હિતેષ રાઠોડ તેમજ આદિજાતિ પટેલીયા સમાજના તમામ મેમ્બર દ્વારા દાતાશ્રીનો ખુબ ખુબ આભાર માન્યો હતો,
તેમજ ડો.અશોક ડાભી સાહેબ, ડો.મહેતા સાહેબ તેમજ વિવિધ CHC ના તબીબી અધિકારીઓનો, અને સત્તાધીશો અને પદાધિકારીઓનો આ સેવાકીય કાર્યોમાં મદદરૂપ થવા બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments