દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ ખાતે તા. ૧૫/૧૧/૨૦૨૪ ને શુક્રવારના રોજ બીરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન દાહોદ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઇ ખાબડ, દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, તેમજ આર.એસ.એસ. તથા આદિવાસી સંસ્થાના અગ્રણીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે બિરસા મુંડા આપણા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આપણા ભાઈ બહેનો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી અને એટલેજ આ દિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ નામ આપવામાં આવ્યું છે. હું મારા આદિવાસી પરિવારજનોને આ વિશેષ પ્રસંગે ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભગવાન બિરસા મુંડાનું જીવન એક પ્રેરણાદાઈ જીવન છે અને આપણે અને સમાજ ના લોકોએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂર છે .
Byte – શંકરભાઈ આમલિયાર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ