THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ઝાયડસ હોસ્પીટલ ખાતે ડો. ભાવના ભાભોર રોજના બસો જેટલા લોકોને આપે છે કોરોનાની વેક્સિન
દાહોદ જિલ્લામાં કોરોનાને હરાવવા માટેના અમોઘ શસ્ત્ર સમાન રસીકરણની કામગીરી આરોગ્યકર્મીઓ દ્વારા સતત પૂરજોશમાં ચાલુ છે. કોરોનાની વેક્સિન આ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ માટે તો આરોગ્યકવચ બની જ રહી છે. સાથે તેમનાં દ્વારા રોજના સેકડો લોકોને વેક્સિન આપીને તેમના જીવનને પણ કોરોના સામે રક્ષાકવચ મળે છે. દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે આયુષ મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતાં ડો. ભાવના ભાભોર છેલ્લા ત્રણ મહિનાથી સતત કોરોનાની રસીકરણ ઝુંબેશમાં રસી આપવાની કામગીરી માં જોડાયેલા છે. તેઓ રોજ બસો જેટલા લોકોને કોરોનાની વેક્સિન આપી રહ્યાં છે. તેમની વાત તેમના શબ્દોમાં જ જાણીએ.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
‘મારૂં નામ ડો. ભાવના ભાભોર. આયુષ મેડીકલ ઓફીસર. અમે છેલ્લા ત્રણ મહિનાથી ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે વેક્સિનેશનની કામગીરી કરીએ છીએ. અમે પોતે પણ વેક્સિનના બંને ડોઝ લીધા છે. આ વેક્સિનની કોઇ આડઅસર નથી. વેક્સિન લીધા બાદ પણ S.M.S. સૂત્રનું પાલન અવશ્ય કરવું જોઇએ. S.M.S. એટલે સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર. અહીંયા અમે દરરોજના સો થી બસ્સો લોકોને વેક્સિન આપીએ છીએ અને કોઇ પણ વ્યક્તિને આ વેક્સિનથી કોઇ આડઅસર થઇ નથી.