PIYUSH GAJJAR- VIRAMGAM
ઇન્ડિયન મેડીકલ એસોસિએશનની માંગોને હકારાત્મક પ્રતિભાવ ન મળતાં દેશભરમાં હોસ્પિટલ બંઘનું એલાન આપ્યું છે. જેણે લઇને વિરમગામ મેડીકલ એસોસિએશન દ્વારા ડોક્ટરના પ્રશ્નોને લઇને ટેકો આપ્યો હતો અને વિરમગામ સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. ઇન્ડિયન મેડીકલ એસોસિએશનની માંગણીઓમા ફોજદારી કાર્યવાહીનો વિરોઘ, વળતરની મહતમ મર્યાદા રાખવાં, દર્દીઓની સારવાર અને પ્રિસ્ક્રિપ્શન પર સ્વાયતતા, PGC ટોનની ફાળવણી સહિતની માંગોને લઇને રાજ્યના રપ૦ અને દેશના છ હજાર જેટલા ડોક્ટર આજે ચલો દિલ્હી કાર્યક્રમ અંર્તગત દિલ્હીમાં રાજઘાટ ખાતે ભેગા થઇને રેલી કાઢશે. ત્યારબાદ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મહાસભા કરીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને આવેદન આપશે.
તે અનુસંધાનમાં વિરમગામ મેડીકલ એસોસિએશન દ્વારા ડોક્ટરોની પ્રશ્નો માટે મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ. જેમા વિરમગામ શહેરના વિવિધ ડોક્ટરો જોડાયાં હતા.