Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદઈજનેરોના અન્યાયી રીતે કરાયેલા સસ્પેન્શન ઓર્ડરથી જીઈબી એન્જિનિયર એસોસિએશન લાલઘૂમ, પ્લે કાર્ડ...

ઈજનેરોના અન્યાયી રીતે કરાયેલા સસ્પેન્શન ઓર્ડરથી જીઈબી એન્જિનિયર એસોસિએશન લાલઘૂમ, પ્લે કાર્ડ દર્શાવી કર્યો અનોખો વિરોધ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

  • ઈજનેરોના સસ્પેન્શનમાં મધ્ય ગુજરાત વીજ કંપની માં કાચું કપાયું.
  • જીઈબી એન્જિનિયર એસોસિએશન દ્વારા પ્લે કાર્ડ દર્શાવી અનોખો વિરોધ.
  • ઈજનેરોના અન્યાયી રીતે કરાયેલા સસ્પેન્શન ઓર્ડરથી જીઈબી એન્જિનિયર એસોસિએશન લાલઘૂમ.

હાલમાં કોરોના વાયરસની મહામારી ના કપરા કાળ દરમ્યાન સમગ્ર ભારતમાં લોકડાઉનનો 21 દિવસનો પ્રથમ તબક્કો પૂર્ણ કરી 3જી મે સુધીનો બીજો તબક્કો જાહેર કરાયેલ છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ/વિનંતી ને ધ્યાને દઈ કપરા કાળમાં સમગ્ર ભારતના નાગરિકો પોતાના ઘરમાં સુરક્ષીત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણા વડાપ્રધાન ઉપરાંત ભારતની જનતાએ આ કપરા કાળમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરનાર મેડિકલ, પોલીસ, વીજળી અને પાણી જેવા ખાતાઓના કર્મચારીઓની સેવા વધાવેલ છે. આવા સંજોગોમાં જો વીજળી ન હોય તો શું પરિસ્થિતિ ઉભી થાય ? એવા માત્ર વિચાર આપણને ધ્રુજાવી દે તેમ છે. જે વીજળીનું મહત્વતા પુરવાર કરવા પૂરતું છે.
હાલના સંજોગોમાં પણ દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં વીજ પુરવઠો પુરો મળતો રહે તેવા શુભ આશયથી ત્યાંના વિસ્તારમાં કામ કરતા ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટને વીજ શોક લાગેલ અને તેમનું અપમૃત્યુ થયેલ જેના દુઃખની ઘેરી લાગણી તમામ કર્મચારીઓને છે. કોઈ પણ રીતે થયેલ અકસ્માત અને તેના કારણે અમારા કોઇપણ કર્મચારીને થયેલ નુકશાનએ સ્વાભાવિક દુઃખદ ઘટના હોય છે. પરંતુ આવા અકસ્માતનું કારણ ઇજનેર જ હોય તેમ ધારણા રાખી અને તેની હકીકતનો તાગ મેળવ્યા વિના એકમાત્ર કચેરીના વડા કે ઉપલા અધિકારી તરીકેની ફરજ ચૂંક ગણી તે અધિકારીઓને સસ્પેન્ડ કરવો તે સદંતર અન્યાય ગણાય. સદર વિગતની હકીકતમાં જાણવા મુજબ કામ કરનાર કર્મચારીને ક્યાંથી અને કેવી રીતે કરંટ લાગ્યો તેની આજ દિન સુધી માહિતી મળેલ નથી અને તપાસનો વિષય છે. આમ છતાં સદર કર્મચારીએ સલામતીના સાધનો ન વાપર્યા અને કરંટ ન લાગે તે માટે સ્થળ પર સલામતી સાથે કામ કરવાની બેદરકારી બદલ દાહોદ રૂરલ વિભાગના નાયબ ઈજનેર અને જુનિયર ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીના હુકમ એમ.જી.વી.સી.એલના મેનેજીંગ ડિરેક્ટર ના આદેશથી કરવામાં આવેલ છે અત્રે ખાસ નોંધવાનું કે એમજીવીસીએલના ટેકનિકલ વિભાગના વડા એવા ચીફ ઇજનેર દ્વારા સદર બાબતમાં સઘન તપાસના આદેશ આપી તેની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ મેનેજિંગ ડિરેક્ટર સાથે જરૂરી ચર્ચા પણ કરેલ અને તેમને સ્પષ્ટ માનવા મુજબ આ ઘટનામાં નાયબ ઇજનેર કે જુનીયર એન્જીનીયરની કોઈ બેદરકારી જોવા મળેલ નથી આમ છતાં મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કરાયેલ ઈજનેરોના સસ્પેન્શન પર થી સમગ્ર ઇજનેર નારાજગી જોવા મળેલ છે.

જીઈબી એન્જીનિયર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી એન.યુ. નાયક દ્વારા સદર અન્યાયકારી નિર્ણય બાબતની રજૂઆત કરવા મેનેજીંગ ડીરેકટરને વ્યક્તિગત મળવા માટે જતા તેમણે રજૂઆત પણ સાંભળવાની ના પાડેલ જે ખૂબ જ આઘાત જનક બાબત છે અને ઇજનેરો પ્રત્યેની MD-એમજીવીસીએલનો અગાઉનો રોષ ઠાલવવાના ભાગરૂપે આ પગલું લેવાયું હોય તેમ માનવું છે. જીઈબી એન્જિનિયર એસોસિએશનનો એક સુરે અવાજ છે જો આ અન્યાયકારી ઓર્ડર તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં નહીં આવે તો તેના પ્રત્યાઘાત સ્વરૂપે જ્વલદ પગલા લેવામાં આવશે. ખાસ કરીને જ્યારે ગુજરાતના નાગરિકો પોતાને મહામારીથી બચવા લોકડાઉનની સ્થિતિમાં પોતાના ઘરમાં રહીને સમય પસાર કરે છે ત્યારે વીજળી એક અતિ આવશ્યક જરૂરિયાત છે આવા સંજોગોમાં આવા અધિકારીઓના વિરોધના પગલે જાહેર જનતાને તકલીફ ન થાય તેને પ્રાધાન્ય આપી જીઈબી એન્જિનિયર એસોસિયેશન મારફતે હડતાલ જેવી વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખી જી.યુ.વી.એન.એલ. ના મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરેલ છે. આ ઉપરાંત હાલમાં મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, આણંદ, નડિયાદ, ગોધરા, લુણાવાડા અને દાહોદ જિલ્લાની તમામ કચેરીઓ ખાતે સરકારના આદેશોનું પાલન થાય તેમ સોશિયલ ડિસ્ટન્સ રહે તેની તકેદારી સાથે ઇજનેરો આદેશનો સખત વિરોધ કરવા પોતાની કચેરીઓ બહાર ઊભા રહી વિવિધ બેનરો સાથે અન્યાયકારી નિર્ણયનો વિરોધ દર્શાવેલ છે. તેમ છતાં જો તાત્કાલિક ધોરણે એમજીવીસીએલનું વહીવટી તંત્ર ન્યાય આપવામાં નિષ્ફળ થશે તો તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments