Saturday, April 19, 2025
Google search engine
HomeDahod - દાહોદઈન્દોર થી દાહોદ આવીને પોઝિટિવ જાહેર થયેલ મુસ્કાનને કોરોનામાંથી મળી મુક્તિ, G.M.E.R.S.,...

ઈન્દોર થી દાહોદ આવીને પોઝિટિવ જાહેર થયેલ મુસ્કાનને કોરોનામાંથી મળી મુક્તિ, G.M.E.R.S., ગોત્રીએ આપી રજા

Script By : Keyur Parmar
Photo By : Zeni Shaikh
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
મૂળ ઈન્દોરની કોરોનાગ્રસ્ત બનેલી મુસ્કાનને વડોદરાની સારવારે કરી સાજી..
કોરોના થી વિલાઈ ગયેલી મુસ્કાનની મુસ્કાન ફરી ખીલી ઉઠી..
સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલી મુસ્કાનને એના ઘેર પરત મોકલતા અમે અનેરો આનંદ અનુભવીએ છે. : G.M.E.R.S. ની તબીબી ટીમ.
મૂળ ઈન્દોરની નવ વર્ષની મુસ્કાનફાતેમા રહીમભાઈ કુંજડા ઇન્દોરથી દાહોદ મૈયતમાં આવી હતી. જેને કોરોનાનો ચેપ લાગેલો હતો. આ નવ વર્ષની નાનકડી બાળકી પરીને આજે G.M.E.R.S., ગોત્રીની કો-હોસ્પિટલની સમર્પિત તબીબી અને પેરા મેડીકલ ટીમે નિષ્ઠાસભર સારવાર વડે રોગ મુક્તિની ભેટ આપી તેના કુટુંબીજનોને સુપરત કરી હતી. જાણે કે કોરોનાને લીધે વિલાઈ ગયેલી મુસ્કાનની મુસ્કાનને આ તબીબોએ સંપૂર્ણ સાજગીની સંજીવની છાંટીને ફરીથી ખીલવી હતી. આ અગાઉ આ જ સમર્પિત તબીબોએ ગુજરાતની સહુથી નાની કોરોના દર્દી, બોડેલીની 2 વર્ષની આયેશાને પણ રોગમુક્ત કરી હતી.
ગોત્રી હોસ્પિટલ ખાતે બાળ રોગોના તજજ્ઞ મદદનીશ પ્રાધ્યાપક ડો. પુતુન પટેલ, ડો. મફદ્દલના માર્ગદર્શન હેઠળ ડો.ગૌતમ શાહ અને ડો.મહેશ કુમાવત તથા પેરા મેડિકલ સ્ટાફે આ બાળકીને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે 12 થી 13 દિવસ સારવાર આપી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments