દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં અને તેની આજુ-બાજુના વિસ્તારમાં મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના મજૂરો મજુરી કામ અર્થે આવેલા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે કામ કાજ બંધ થઈ જવાથી તેઓ પોતાના વતન પરત જવા માટે ઘણા સમયથી તંત્રને રજૂઆત કરી રહ્યા હતા. તંત્ર દ્વારા તેઓને મંજુરી મળી જતા કુલ 258 મજૂરો માટે વહીવટી તંત્ર દ્વારા નવ જેેેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તેઓની આરોગ્ય ચકાસણી સહિત સર્ટીફીકેટ સાથે આપવામાં આવ્યા હતા, અને સાથે ફૂડ પેકેટ ચા-નાસ્તો તથા પાણીની બોટલોની વ્યવસ્થા પણ કરવાંમાં આવેલ હતી. તેઓને ઘરે પહોંચાડવા માટે ફતેપુરા થી બસમાં દાહોદ લઈ જઈ અને દાહોદ થી ટ્રેનમાં તેઓના વતન માદરે પહોંચાડવા માટે ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસ્થા પોલીસ અને વહીવટી તંત્રએ સાથે રહીને કરવામાં આવી હતી અને અમુક મજુરો પાસે પૈસાની વ્યવસ્થા ન હોય તેવા મજૂરોને ફતેપુરા, કરોડિયા, વલુંડા, વડવાસ ગામના સરપંચો અને વહીવટી તંત્રએ કરી હતી. સરપંચો દ્વારા સાથે પાણીની બોટલો અને નાસ્તાના પાઉચ, માસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગામના અમુક સેવાભાવી નાગરિકો દ્વારા પણ નાસ્તાના પાઉચ અને પાણીની બોટલની વહેંચણી કરવામાં આવી હતી.
HomeFatepura - ફતેપુરાઉત્તરપ્રદેશના મજૂરોને ફતેપુરા થી દાહોદ બસમાં લાવી રેલ્વે દ્વારા પોતાના માદરે વતન પરત...