ALPESH TRIVEDI – DHORAJI
ઉપલેટામાં અગમ્ય કારણોસર ગૌતમ દેવાયતભાઇ બોદર (આહીર) ઉ.વ.24 યુવાને ઝેરી દવા પી જતાં તાત્કાલીક ઉપલેટા તથાં વધું સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવેલ પરંતુ હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ મોત નિપજ્યું હતુ. તેથી તેને ધોરાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જયાં ફરજ પરના તબીબએ તે સખ્સને મૃત જાહેર કરેલ.
ઉપલેટામાં અગમ્ય કારણોસર ગૌતમ દેવાયતભાઇ બોદર (આહીર) ઉ.વ.24 યુવાને સેવનધરાની વાડીએ ઝેરી દવા પી જતાં તાત્કાલીક ઉપલેટા તથાં વધું સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ધોરાજી અને જુનાગઢ વચ્ચે રસ્તામાં જ મોત નીપજ્યું હતું જેથી તેને ધોરાજીના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબ રાજ બેરાએ ગૌતમભાઇ દેવાયતભાઇ બોદરને મૃત જાહેર કર્યો હતો. ગૌતમભાઈ દેવાયતભાઈ બોદર ઉપલેટાનાં દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં રહેતાં હતાં. આ બનાવથી બોદર પરીવારમાં અને મિત્ર મંડળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.