ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સુરક્ષા સેતુ રાજકોટ જીલ્લાના તથા શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણા ત્રણેય તાલુકાના મેડિકલ ફીટનેસ કેમ્પનું ભવ્ય આયોજન ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં આજરોજ એસ.પી. સાહેબ અંતરદીપ સુતની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું સાથે-સાથે ડી.વાય.એસ.પી. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં તથા સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉપલેટાના આગેવાનો તથા તંત્રના અપાર સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં આંખ, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, જેવાં અનેક દર્દોની તપાસ કરવામાં આવી હતી આ તકે આ મેડિકલ ફીટનેસ કેમ્પમાં ડી.વાય.એસ.પી. પાટીલ સાહેબ, પી.આઇ. વ્યાસ સાહેબ, પી.એસ.આઇ. ગઢવી અને પી.એસ.આઇ. જાડેજા, પાટણવાવના પી.આઇ. ચાવડા, જામકંડોરણાના પી.એસ.આઇ. ખેર સાહેબ, ધારાસભ્ય માકડીયા, ચીફ ઓફિસર પંડયા સાહેબ, નગરપાલિકા પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, છગનભાઈ સોજીત્રા, વલ્લભભાઈ સખીયા, હરીભાઈ ઠુંમમર, રણુભા જાડેજા, માધવજી પટેલ, રાજાભાઈ સુવા, ઘણાતભાઇ સુવા, તથા સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી, તથા કોટેજ હોસ્પિટલના કણસાગરા ખ્યાતિબેન તથા અન્યમા પોલીસ ગણ, નગરપાલિકા, હોમગાર્ડ નાં અધિકારીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.