ALPESH TRIVEDI – DHORAJI
ઉપલેટા ગત રાતે બાવલા ચોકમાં ભગવતસિંહજી કન્યા છાત્રાલય શાળાનાં ગ્રાઉન્ડમાં ઉપલેટા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરમાં 7 (સાત) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિઘ સ્પર્ધાઓમાં શાળામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે આવેલ વિદ્યાર્થીઓને ઇનામો આપી બીરદાવ્યા હતાં. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવિણ માકડીયા તથા નગરપાલિકા પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા તેમજ ચીફ ઓફિસર પંડયા તથા અન્ય હોદેદારો ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો ત્યારબાદ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ સહયોગ આપ્યો હતો તેવાં તમામ વ્યકતિઓનુ સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપલેટાની પ્રાથમિક શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ ધાર્મિક, દેશ ભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને લોકોએ દરેક કૃતિઓ પર તાળીઓ પાડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતાં સ્ટેજ અને આખું ગ્રાઉન્ડ અલગ અલગ લાઇટીંગથી શણગારવામાં આવેલ તથા આ કાર્યક્રમમાં ઉપલેટામાં શહેરીની જનતા, નગરપાલિકા તંત્ર, દાતાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ વિશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રમણીકભાઈ લાડાણીએ જણાવેલ કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકો દાન કે અન્ય સહયોગ આપ્યો તે બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો