Keyur Parmar Dahod
ભાજપ ની ગુજરાત ગૌરવ યાત્રા ને આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે કરમસદથી લીલી ઝંડી આપી શરુ કરાવી હતી આ યાત્રા સમગ્ર ગુજરાતમાં 15 દિવસ ફરશે અને ગુજરાત ની વિકાસ ની ગાથાઓ અને નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસ ની સિદ્ધિઓ ને કર્યો વિષે લોકોમાં જાગૃતિ લાવશે તેવું દાહોદ જિલ્લાના પ્રભારી અને ગુજરાત આઇટી તથા સોસિઅલ મીડિયાના સંયોજક અમિત ઠાકરે જણાવ્યું હતું.
ઘેરો રે લાગ્યો રંગ મોદીનો
મોદી તે પહોંચ્યા દિલ્હી ને રંગ લાગ્યો ગુજરાત રે મોદી રંગ લાગ્યો
નર્મદા ના નિર્ણય 17 દિવસમાં લાવ્યા તાણી મોદીનો રંગ લાગ્યો
આવા વિવિધ 5 ખૂબસર્સ ગીતો વિકાસ ની ગાથાઓ ની કડીઓ થી કંડારી ને તૈયાર કરવામાં આવ્યા છે. જે લોકો માટે એક મોટું આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે અને વધુ ને વધુ બનશે તેવું અમિત ઠાકરે પત્રકાર વાર્તામાં જણાવ્યું હતું.
દાહોદ ના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોરે સરકારની તમામ યોજનાઓની પ્રશંસા કરી હતી અને દાહોદ ના પત્રકારો નો પણ સહયોગ છે અને આપતા રહેશે તેવું જણાવી આભાર માન્યો હતો.
આ યાત્રા 2 ઓક્ટબેરે 2 વાગે છોટાઉદેપુરથી નીકળી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરશે જ્યાં સાગટાળા અને દેવગઢ બારિયા ખાતે તેનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી ધાનપુર , ગરબાડા 4.10 કલ્લાકે સભા કરી સાંજે દાહોદ ખાતે સ્ટેશન રોડ પર સરસ્વતી સર્કલ પર સાંજે 5.30 કલ્લાકે સભા ને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સંબોધન કરશે. રાત્રી નિવાસ દાહોદમાં કરશે અને સવારે 9.00 કલ્લાકે લીમખેડા જવા રવાના ત્યાં 9.30 મુખ્ય મંત્રી વિજય રૂપાણી સભાનું સંબોધન કરશે પછી યાત્રા લિમખેડાથી લીમડી થઇ ઝાલોદ જશે જ્યાં 11.40 સવારે સભા યોજશે અને ત્યાંથી પછી ફતેપુરા 1.00 વાગે દાહોદ જિલ્લાની છેલ્લી સભા યોજી મહીસાગર જિલ્લાના સંતરામપુર જાવા રવાના થશે.