કેન્દ્ર સરકાર દ્વારા સોના ચાંદીના દાગીના પર એક ટકા એક્સાઈઝ લાદવામાં આવતા ગુજરાત રાજ્ય સહિત દેશમાં સોના ચાંદીના વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેજ રીતે ગરબાડા શરાફ એસોસીએશન દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા સોના ચાંદીના દાગીના ઉપર એક ટકા એક્સાઈઝ ડ્યૂટી લાદવામાં આવતા તેમજ બે લાખની ખરીદી ઉપર ફરજિયાત પાનકાર્ડની જોગવાઈના વિરોધમાં ગરબાડા શરાફ એસોસીએશન દ્વારા પોતાની સોના ચાંદીના દુકાનો બંધ રાખી હતી અને કેન્દ્ર સરકાર સોના ચાંદી પરની એકસાઈઝ ડ્યૂટીનો નિર્ણય પરત ખેંચે તથા ગ્રાહકોને દાગીના ખરીદી વખતે ફરજીયાત પાનકાર્ડની જોગવાઈ કરેલ છે તે પણ દૂર થવી જોઇયે તેવી માંગણી સાથે આજરોજ ગરબાડા તાલુકાના તમામ સોના ચાંદીના વેપારીઓએ ગરબાડા મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યું હતું જે આવેદન પત્ર ગરબાડા મામલતદાર સ્વીકારતા પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે.
એક્સાઈઝ ડ્યુટીના વધારાના વિરોધમાં ગરબાડા શરાફ એસોસિએશન દ્વારા ગરબાડા મામલતદારશ્રી આવેદન પત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો
RELATED ARTICLES