સગર્ભા બહેનો તેમજ એડોલેશન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ૧૧ થી ૧૯ વર્ષની કિશોરીઓના બ્લડ સેમ્પલ રાજકોટ એમ્સ હોસ્પિટલ ખાતે એનીમિયાનું સાચું કારણ જાણવા તપાસ અર્થે મોકલવામાં આવશે
એનિમિયામુક્ત ભારત અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વેડ, નગરાલા, ગરાડું, બાંડીબાર તેમજ સાગડાપાડા ખાતે મેડીકલ કેમ્પ યોજવામા આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના, ADHO તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ એનિમિયા મુક્ત ભારત અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જે દરમ્યાન આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની સગર્ભા બહેનો તેમજ એડોલેશન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ૧૧ થી ૧૯ વર્ષની કિશોરીઓના લોહીના નમૂના હિમોગ્લોબિન માટે લેવા આવ્યા હતા. પાટણ મેડીકલ કોલેજ મેડિકલ વિદ્યાર્થી તેમજ મેડિકલ ઓફિસર દાહોદ દ્વારા એનિમીયાનું પ્રમાણ કેમ ઓછું છે? તેના કારણ શોધવા સગર્ભા માતાઓ અને કિશોરીઓના બ્લડ સેમ્પલ કલેક્શન કરી રાજકોટ એમ્સ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે મોકલવામાં આવશે. એનીમિયાનું સાચું કારણ શું છે તેના ઉપર અભ્યાસ કરવામાં આવશે.
આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર યોજાયેલ કેમ્પની અંદર એક કેંદ્ર દીઠ ૬૦ સગર્ભાઓ અને ૬૦ કિશોરીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. નમૂના લઈ તેઓને શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું હોવું જોઇએ તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આયર્ન ફોલિકની ગોળીઓ વિશે તેમજ પોષણ યુક્ત ખોરાક વિશે સમજ આપવામા આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન તાલુકા હેલ્થ ઓફિસર, PHC ના મેડિકલ ઓફિસર, PHC નો સ્ટાફ, CHO, MPHW, FHW, LT, RBSK TEAM સહિત ખિલખિલાટ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.