દાહોદમાં એસ્પાયર કાર્યક્રમ અંતર્ગત SSE ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ મૈત્રી પૂર્ણ ગામ, અને બાળ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને SDGS ના સ્થાનિકીકરણ પર એક દિવસીય ક્ષમતા નિર્માણ કાર્ય શાળા રાખવામાં આવી હતી. જેના ટકાઉ વિકાસના લક્ષ્યો સમાવિષ્ટ અને સમાન વિકાસ પ્રાપ્ત કરવા માટે એક વ્યાપક માળખું પ્રદાન કરે છે. પંચાયત અને તાલુકા સ્તરની સંસ્થાઓ જેવી સ્થાનિક શાસન સંસ્થાઓ આ વૈશ્વિક ઉદ્દેશ્યોને સ્થાનિક કાર્યવાહીમાં રૂપાંતરિત કરવાની જરૂર છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે નબળા જુથો જેમાં ખાસ કરીને બાળકોની જરૂરિયાતો અને અધિકારો ના આયોજન અને અમલીકરણના મૂળમાં છે.
બાળકોની પંચાયત હોય જે બાળકોને અનુકૂળ હોય કે જેથી બાળક પોતાની સમસ્યા ત્યાં જણાવી શકે, બાળકને સુરક્ષાનો અનુભવ થાય. જેમાં આ તાલીમ આપનાર ગૌરવભાઈ તથા SSE ઇન્ડિયાના સલબસર દ્વારા આ તાલીમનું સંચાલન કરવામાં આવ્યું હતું. પાવર વોક જેવી ગેમ રમાડી તેમને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં દાહોદ જિલ્લામાંથી ICDS વિભાગમાંથી મુખ્ય સેવિકા, તલાટી કમ મંત્રીઓ, બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.