દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામનો સતિષભાઈ રામસિંગભાઈ ભમાત એસ.ટી.બસમાં પાદરા ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. અને તેઓ ફતેપુરા થી પાદરા બસમાં ડ્રાઇવર તરીકેની ફરજ પુરી કરી ગઇ કાલના રોજ તેઓ પાદરા થી ફતેપુરા પરત આવી બસ સ્ટેશન ઉપર બસ મૂકી બાઈક વડે પોતાના મુકામ જતા હતા. સલરા મુકામે વળાંકમાં બાઈક સ્પીડમાં હોવાથી સ્લીપ થઈ જતા સતિષભાઈ ફેકાઈ ગયા હતા અને તેઓને હાથે-પગે અને શરીરે ઈજાઓ થઈ હતી, જેની જાણ ત્યાંના તેઓને ઓળખતા બે માણસો આવીને હું ફરિયાદી સોમાભાઈ પરથીગભાઇ ભમાત બટકવાડામા આ બંને માણસો આવેલા જેઓને હું ઓળખતો નથી અને મને જાણ કરે લી કે સતીશ અને તેની મોટરસાયકલ સલરા ગામે પડેલી છે જેથી અમો ઘરના સ્થળ ઉપર ગયેલા અને તેને ધબકારા ચાલુ હોવાથી સંતરામપુર દવાખાને લઈ ગયેલા ત્યાં ડોક્ટરે મરણ જાહેર કરેલા જેથી અમો ફતેપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા આવેલા છીએ ફરિયાદમાં કાયદેસર તપાસ મારી ફરિયાદ છે વધુ તપાસ પોલીસ ચલાવી રહેલ છે