Saturday, April 19, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીઔદ્યોગિક તાલીમ સંસ્થા, સંજેલી ખાતે બે દિવસીય તાલીમ યોજાઈ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સંજેલી ખાતે બે દિવસીય તાલીમ યોજાઈ

ગુજરાત યુનવર્સિટીના અર્થ સાયન્સ વિભાગે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સંજેલી ખાતે બે દિવસીય તાલીમનું આયોજન કર્યું હતું. જેમાં તાલીમાર્થીઓને G.I.S. (જી.આઈ.એસ.) ક્ષેત્રમાં તાલીમ આપવા અને વિવિધ ક્ષેત્રોમાં તેની એપ્લિકેશન વિશે માહિતગાર કરાયા હતા.
ગુજરાત યુનિ.ના અર્થ સાયન્સ વિભાગના વડા ડો.શીતલ શુકલા એ તાલીમનું સંચાલન કર્યું હતું, આ ટ્રેનીગ NCSTC, DST નવી દિલ્હી દ્વારા પ્રયોજીત પ્રોજેક્ટ હેઠળ યોજાઇ હતી.
આઇટીઆઈના આચાર્યએ તાલીમાર્થીઓને આવકાર્યા હતા અને GIS ક્ષેત્રમાં સફળ થવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ટ્રેનીંગ માં ૨૫ તાલીમાર્થીઓએ તાલીમમાં ભાગ લીધો હતો. જેમને GIO સ્પેશિયલ ટેકનોલોજી અને GIO મીડિયા સંશોધનનો ઉપયોગ કરીને ભવિષ્ય ના રોગચાળા માટે વધુ સારા પ્રતિસાદ માટે કોવિડ ૧૯ યોદ્ધાઓ બનવાની તાલીમ અપાઈ હતી. ડો.પંકજ પંચાલ દ્વારા કોવીડ ૧૯ કેસો અને તેની અસરને લગતા મુદ્દાઓની ચર્ચા કરી હતી. જયરાજ પંચાલ અને ભવ્ય વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેન્ડ – ઓન ટ્રેનિંગનું સંકલન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments