દાહોદ જિલ્લામાં સુપ્રસિધ્ધ એવા લીમડી પાસે આવેલાં પૂજ્ય ગોવિંદ ગુરુ મહારાજના સમાધી ધામ મંદિર ખાતે તા 20મી ડિસેમ્બર ને મંગળવાર ના રોજ 164 મી જન્મજયંતિની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં ગોવિંદ ગુરુ મહારાજ કંબોઇ ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ નિનામા પ્રવીણભાઈ નિનામા, વિનુભાઈ, મહેશભાઈ, મિનેશભાઈ વગેરે ભાવિક ભક્તો ગોવિંદ ગુરુ મહારાજની 164મી જન્મ જ્યંતિ ને લઈ ને કામે લાગી ગયા છે. તા. 20 મી ડીસેમ્બર 2022 ની વહેલી સવારે આરતી, પૂજા, દળ પ્રસ્થાન, ધ્વજારોહણ, સંત્સગ, મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાવિક ભાઈ બહેનો મોટી સઁખ્યામા દર્શનનો લાભ લેવા પધારવાનાં છે.
કંબોઇ ધામમાં ગોવિંદ ગુરુ મહારાજની 164મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવશે
RELATED ARTICLES