સમયસર અને નિયમનુસાર કામગીરી પૂર્ણ કરવા કલેકટર દ્વારા અપાઈ સૂચના.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને એ.ટી.વી.ટી.યોજનાની કામગીરીની સમીક્ષા તથા વર્ષ ૨૦૨૫-૨૬ ના નવીન આયોજન સહિત Aspirational અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી.
આ દરમ્યાન વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી.યોજના અને MPLADS જોગવાઈ હેઠળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વિકેન્દ્રિત જીલ્લા આયોજન કાર્યક્રમ તથા એ.ટી.વી.ટી. યોજના અંતર્ગત ગાઈડ લાઈન મુજબ વર્ષ ૨૦૨૫-૨૬નું આયોજન કરવા બાબત, જેથી કરીને વિકાસના કામો સમયસર નાણાકીય વર્ષમાં પુરા કરી શકાય, ADP/ABP અંતર્ગત નીતિ આયોગ દ્વારા મળેલ ફેબ્રુઆરી-૨૦૨૪ માં Basic Infrastructure Sector ના આયોજન બાબત, વર્ષ ૨૦૨૪-૨૫ માં વહીવટી મંજુરી મળેલ વિવેકાધીન જોગવાઈ અને પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
વહીવટી મંજુરીમાં બાકી રહેલ કામો, વર્ષ:૨૦૨૪-૨૫ માં એ.ટી.વી.ટી. (કાર્યવાહક)યોજના અને વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત બાકી વહીવટી મંજુરી, વર્ષ:૨૦૨૪-૨૫ ના કામોના આયોજન, વર્ષ:૨૦૨૪-૨૫ ના વિકાસશીલ યોજનાની પ્રાથમિક મંજુરી મળેલ કામોના તાંત્રિક અંદાજા સહિત નવીન આયોજન જેવી મહત્વના વિષયો પર સમીક્ષા કરવામાં આવી હતી.
આ નિમિતે કલેકટર યોગેશ નિરગુડે એ તમામ અધિકારી ઓને સમયસર અને નિયમનુસાર કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેમાં કલેકટરએ કહ્યું હતું કે, કામની ક્વોલિટી અને કોન્ટીટી સાથે કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઈઝ ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ તમામ કામગીરીની ચકાસણી જિલ્લા લેવલની સ્કવોડ ટીમ દ્વારા કરવામાં આવશે.
આ બેઠક અન્વયે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા આયોજન અધિકારી બી. એમ. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, નગરપાલિકા ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત અન્ય તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.