

દેવગઢ બારીયા તાલુકાના બેડી ફળિયામાં રહેતા કિરીટભાઈ ઉર્ફે તીનભાઈ શનાભાઈ નાયક કે જે ખેતી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેના પરિવારમાં માતા પિતા સાથે પત્ની અને ત્રણ બાળકો પૈકી મોટો છોકરો 9 વર્ષનો છે અને તે પછી 6 વર્ષની નીતાબેન અને તે પછી જોડિયા છોકરા પૈકી 1 છોકરો અને બીજી છોકરી છે અને તે પછી 4 માસના બાળક સાથે રહે છે. ગઈ તા.૨૪/૦૯/૨૦૧૬ ના રોજ હું અને મારા ઘરના સભ્યો ઘેરે હતા અને મારા બાળકો સાંજના અંદાજે ૦૭:૦૦ વાગ્યા બાજુ ઘરના વાડામાં રમતા હતા બધા છોકરાઓ રમી ઘરે પરત આવ્યા પરંતુ મારી ૬ વર્ષની બાળકી નીતા ઘરે ન આવતા મે મારા બાળકોને પૂછ્યું કે તારી બહેન ક્યાં છે ? તો બાળકોએ કોઈ જવાબ ના આપતા હું અને મારા ઘર પરિવાના લોકો મારી બાળકીની શોધખોળમાં નીકળ્યા. તેવામાં આંઠ વાગ્યાના સુમારે મારા કાકી સુરતીબેન મારી બાળકીને લઈને આવેલ તે વખતે મારી બાળકી રડતી હતી અને રડતાં રડતાં મુકેશકાકા તેમ બોલી પોતાના ગુપ્ત ભાગ તરફ પોતાનો હાથ લઈ જઇ ઈશારો કરેલ જેથી અમારા ઘરપરિવારના માણસોએ મારી બાળકીના ગુપ્ત ભાગે જોતાં ગુપ્ત ભાગ માથી લોહી નીકળતું હતું જેથી મે મારી બાળકીને પૂછ્યું તો તેને મને કહેલ કે મુકેશકાકા મને બિસ્કિટ અપાવવાની લાલચ આપી મારા ઘર પાછળ આવેલ જંગલમાં લઈ જઇ મારા શરીર પરથી બધા કપડાં ઉતારી દીધા અને મારી સાથે ખોટું કામ કરાયું છે તેમ જણાવેલ મારી બાળકીએ જે લેંઘી પહેરી હતી તે પણ લોહી વાળી હતી અને તેના ગુપ્ત ભાગ માથી પણ લોહી નીકળતું હતું. તે વખતે મારા કાકી સુરતીબેને અમોને કહેલ કે મુકેશ તમારી બાળકીને ડુંગરી બાજુથી ઊંચકીને લઈને આવેલ અને મારા ઘરે મૂકી ક્યાંક જતો રહેલ ત્યાર બાદ હું મારા કાકાના છોકરા મુકેશને શોધવા નીકળ્યો હતો પરંતુ તેનો કોઈપણ પત્તો લાગ્યો ન હતો આખરે હું બપોર સુધી મારા કાકાના છોકરા મુકેશને શોધતો હતો પરંતુ તે ન મળતા હું ગામના સરપંચ પાસે ગયો હતો અને મારી બાળકી જોડે જે ઘટના બની તે મે સરપંચ ખોપરભાઈને કરી અને ખોપરભાઈ એ ૧૦૮ મોબાઈલ ફોન કરત થોડીવારમા ૧૦૮ મોબાઈલ વાન આવી જતાં હું મારી બાળકી નિતાબેન મારા માં સુમિબેન તથા મારા પત્ની કૈલાશબેન દેવગઢ બારિયા સરકારી દવાખાને સરવારમતે લઈ આવેલ અને સારવાર માટે દાખલ કરેલ અને તે પછી ગામના સરપચ ખાપરભાઈ તથા કેશવભાઈ સાથે ફરિયાદ કરવા ગયેલ જ્ઞારે દેવગઢ બારિયા પો.સ.ઇ. કે.કે. રાજપૂતે બળાત્કારનો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી કરેલ છે.
