ફતેપુરા તાલુકાના હિંડોલીયા ગામે મકાન પડતાં પશુઓને ઈજા થતા તાત્કાલિક પશુપાલન ટીમ સ્થળ પર પહોંચી શરૂ કરી સારવાર
દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા સતત માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં આજ રોજ ફતેપુરા તાલુકાના હિંડોલીયા ખાતે મકાન પડી જતાં અબોલ પશુઓ ઇજાગ્રસ્ત થતાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને જાણ થતાં તાત્કાલિક ધોરણે નાયબ પશુપાલન કમલેશ ગોસાઈને સુચના આપતા પશુપાલનની ટીમ તાત્કાલિક સ્થળ પર જઈને ઘાયલ પશુઓની સારવાર કરાઇ હતી.