Saturday, January 25, 2025
Google search engine
HomeDahod - દાહોદકેરેલામાં પૂરના કારણે સર્જાયેલ તારાજીમાં લોકોના વ્હારે નાતી-જાતી ના ભેદભાવ વગર RSS...

કેરેલામાં પૂરના કારણે સર્જાયેલ તારાજીમાં લોકોના વ્હારે નાતી-જાતી ના ભેદભાવ વગર RSS : ક્યાં ખોવાયા કહેવાતા સેક્યુલર ચમચાઓ

NEHAL SHAH – EDITOR IN CHIEF

 

 

સત્ય હકીકત :

આજે સમગ્ર ભારતમાં ચર્ચાઓ થાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને કહેવાતા સેક્યુલર ચમચાઓ દ્વારા બદનામ કરવામાં આવે છે અને એ તેઓ દ્વારા RSS ની ખોટી છબી લોકો સામે પ્રસ્તુત કરવામાં આવે છે. જ્યારે એક મીડિયા કર્મી તરીકે હું પણ ઘણા દુઃખ સાથે આ લખું છું કે મીડિયા અને સમાચાર પત્રોમાં ઘણી વખત RSS ને દેશ વિરોધી હોવાનું અને ચિતરવાનું ષડયંત્ર કરવામાં આવે છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે જે RSS ને બદનામ કરે છે તે લોકોએ હાલ કેરળની મુલાકાત જરૂર લેવી જોઈએ. હું પૂછું છું કે RSS ની ટીકા કરનારાઓ અને તેમના કેટલા લોકો આવી કુદરતી આપદા સમયે કે અકસ્માત કે દુકાળની કપરી સ્થિતિમાં ત્યાં પહોંચી અને રાત દિવસ ભૂખ્યા તરસ્યા રહી અને આવી રીતે સેવાઓ આપે છે? શું કેરળમાં સર્જાયેલ તારાજીની આવી કપરી પરિસ્થિતિમાં એકલી કેરળ સરકાર પણ જ્યાં કુદરત સામે કશું નથી કરી શક્તી તેવી અતિ ભયાવહ અને કપરી પરીસ્થિતિમાં પણ RSS ના સ્વયંસેવકો પોતાનું તન મન અને ધન પણ લગાવીને દિવસ રાત સેવાઓ આપી આપી રહ્યા છે. ખરેખર કોમવાદના નામે અને કટ્ટરતાના નામે જે કેરળમાં આટલા બધા RSS કાર્યકર્તાઓની હત્યાઓ થઈ છે તે જ કેરળમાં આવી વિબદામાં તેજ વિસ્તારમાં અને એજ લોકોને મુસીબતના સમયે શ્રમદાન, સમયદાન આપી અને આવા સમયમાં લોકોને મદદ પહોંચાડી, ઘરે ઘરે, ગલી ગલીમાં દવાઓ છાંટી અને ફૂડ પેકેટો પહોંચાડી મદદ કરતા RSS ના કાર્યકર્તાઓ હમણાં કોઈ ને ખોટા નઈ લાગે. કારણ કે હાલ તેમને સ્વયંમ સેવકોની જરૂર છે, પણ જરા પરિસ્થિતિ રાગે પડી કે તરત જ આજ કેરળના સંઘ વિરોધીઓ ટીવી ચેનલો અને સમાચારપત્રો પર આવી બુમાબુમ કરી મુકશે. પણ RSS દ્વારા આ ઉત્કૃષ્ટ કામગીરી કરી અંતરિયાળ ગામોમાં પહોંચી સેવાઓ આપી છે અને જ્યાં ત્યાંની સરકાર પણ પહોંચી શકી નથી ત્યાં પહોંચીને મદદ કરી સેવાઓ આપી છે તેને બિરદાવવાની સાચી શક્તિ કોઈમાં નથી. સાચું કહું તો સંઘ એનો મોહતાજ પણ નથી તે તો કાર્યશીલ, કર્મઠ અને “માં ભારતી” ને સમર્પિત છે. પણ હવે આવા ઉદાહરણો પરથી તો કહેવાતા સેક્યુલરોએ સમજી લેવું જોઈએ કે સાચી દેશ ભક્તિ કોને કહેવાય અને તે કોણ કરી રહ્યું છે. અને ખરેખર કેરળના જ લોકોએ નહીં સમગ્ર દેશના લોકોએ આવા સમયે સાચા લોકોને પારખી તેમની સાથે તેમના પથ પર ચાલવું જોઈએ જેથી આપણો દેશ સાચા અર્થમાં પ્રગતિશીલ દેશ બની શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments