Saturday, January 25, 2025
Google search engine
HomeDahod - દાહોદકેશ ક્રેડિટ કેમ્પ : દાહોદનાં ૩૧૨ મહિલા સ્વસહાય જુથોને રૂ. ૩૧૨ લાખનું...

કેશ ક્રેડિટ કેમ્પ : દાહોદનાં ૩૧૨ મહિલા સ્વસહાય જુથોને રૂ. ૩૧૨ લાખનું ધિરાણ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • જિલ્લામાં દીનદયાળ અત્યોદંય યોજના રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત દાહોદનાં ૮૫૦ મહિલા સ્વસહાય જુથોને રૂ. ૮૫૦ લાખનું ધિરાણ મંજૂર.
  • દાહોદ ખાતે યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પમાં વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાએ મહિલા સ્વસહાય જુથોને સહાયના ચેક વિતરિત કર્યા.

ગ્રામીણ વિસ્તારમાં મહિલા સ્વસહાય જુથો થકી મહિલાઓ સ્વર્નિભર બની રહી છે ત્યારે દાહોદનાં ૩૧૨ સ્વસહાય જુથોને રૂ. ૩૧૨ લાખનું ધિરાણ સરકારે આપ્યું છે. દાહોદનાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા સહિતના મહાનુભાવોએ અહીં યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પમાં સ્વસહાય જુથોને સહાયના ચેક વિતરિત કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, મહિલાઓના સામાજિક, આર્થિક ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર પ્રધાનમંત્રી ના યશસ્વી નેતૃત્વ અને માર્ગદર્શનમાં અનેક મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરી રહી છે અને તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડી રહી છે.

તેમણે ઉમેર્યું કે, આજના કાર્યક્રમમાં જિલ્લાના ૩૧૨ સ્વસહાય જુથોને રૂ. ૩ કરોડથી પણ વધુની સહાય મળી છે. જિલ્લામાં દીનદયાળ અત્યોદંય યોજના રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત કુલ ૨૧૨૬ લોન અરજીઓ આવી હતી. તે પૈકી ૮૫૦ કેશ ક્રેડિટ લોન અરજીઓ મંજૂર કરાઇ છે અને રૂ. ૮૫૦ લાખનું ધિરાણ મંજૂર કરાયું છે. તે પૈકી આજે ૩૧૨ સ્વસહાય જુથોને કેશ ક્રેડિટ માટેના ચેક આપવામાં આવ્યા છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, ગામડાઓના અંર્થતંત્રને મજબુત કરવા સ્વસહાય જુથોને સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે. મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને આર્થિક સ્વતંત્ર્યતા મેળવી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મહિલાઓના સામાજિક, આર્થિક વિકાસની આ સરકારે હંમેશા ચિંતા કરી છે અને તેમના ઉત્કર્ષ માટે મહિલાઓ માટેની વિવિધ યોજનાઓને તેમના સુધી પહોંચાડી છે. આજે જે મહિલાઓને લોન -કેશ ક્રેડિટ મળી છે તેનો યથાયોગ્ય ઉપયોગ કરીને સફળતા મેળવવી જ રહી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વસહાય જુથોની મહિલાઓને સહાયના ચેકનું વિતરણ કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સ્વસહાય જુથની મહિલાઓએ પોતાના અનુભવો પણ જણાવ્યા હતા અને સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી. બલાતે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કમલેશ ગોસાઇએ આભાર પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે અગ્રણી જિથરાભાઇ ડામોર, સુધીરભાઇ લાલપુરવાલા, સરતનભાઇ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારીઓ, લીડ બેન્ક મેનેજર તેમજ સ્વસહાય જુથની લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments