Thursday, December 5, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાકોરોનાના કેસોની અગમચેતીના ભાગરૂપે ફતેપુરાનાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત 

કોરોનાના કેસોની અગમચેતીના ભાગરૂપે ફતેપુરાનાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત 

કોરોનાના કેસોની અગમચેતીના ભાગરૂપે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાની જાણકારી મેળવી અને ઓક્સિજન લાઈન નું કામ તાત્કાલિક પુર્ણ કરવા સુચના આપી.

કોરોનાના કેસોની અગમચેતીના ભાગરૂપે ફતેપુરા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ મુલાકાત લઈ કોવિડ -19 તૈયારીઓ અંતર્ગત ઑક્સિજન સ્ટોરેજ પ્લાન્ટ, ઑક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, આઇ.સી.યુ. બેડ, આઇસોલેશન વોર્ડ ખાતે ઉપલબ્ધ બેડ, ટેસ્ટિંગની સુવિધા, દવાઓ અને અન્ય ઉપલબ્ધ સુવિધા અંગેની જાણકારી મેળવી અને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. સાથે ભીડભાડ વાળી જગ્યાએ માસ્ક પહેરવા અને જેને પણ વેક્સીનેશનનો ત્રીજો ડોઝ બાકી હોય તેઓને સત્વરે બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરી હતી તાલુકા આરોગ્ય તંત્રના ડો.સુરેશ આમલીયર, હોસ્પિટલના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments