Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદકોરોના સામે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં ‘યુદ્ધ કક્ષ’ બનાવવામાં આવ્યો, ટેક્નોલોજીના સમન્વયથી...

કોરોના સામે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં ‘યુદ્ધ કક્ષ’ બનાવવામાં આવ્યો, ટેક્નોલોજીના સમન્વયથી દૈનિક કામગીરીની થશે સમીક્ષા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

  • જિલ્લા સેવા સદનમાં આવેલા સ્માર્ટ સિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને કોવિડ-૧૯ વોર રૂમમાં પરિવર્તિત કરાયો.
  • નેશનલ હેલ્થ પોર્ટલ સાથે જોડાણ થકી કોરોના સામે થયેલી કામગીરીની દૈનિક સમીક્ષા કરાશે, આંકડાના આધારે રણનીતિ નિયત થશે.
  • દાહોદ જિલ્લાના તમામ ગામોમાં પાંચ-પાંચ અને ફળિયાદીઠ ત્રણ યુવાનોને કોરોના વોરિયર્સ તરીકે જોડાયા, મૂવમેન્ટ રજીસ્ટર રખાશે.
  • દાહોદ જિલ્લામાં કોરોના વાયરસને બહુ જ નિયંત્રિત રાખવામાં આરોગ્ય વિભાગની પ્રોએક્ટિવ સેમ્પિલિંગની ભૂમિકા મહત્વની.

દાહોદમાં અત્યાર સુધી બહુ જ નિયંત્રિત રહેલા કોરોના વાયરસના સંક્રમણને આગામી દિવસોમાં ખાળવા માટે કલેક્ટર વિજય ખરાડીએ બે દિવસ પહેલા માસ્ટર એક્શન પ્લાન અમલમાં મૂક્યા બાદ હવે જિલ્લા સેવા સદન ખાતે સ્માર્ટ સિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને વોર રૂમ બનાવ્યો છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા નેશનલ હેલ્થ પોર્ટલ સાથે દાહોદનું પણ જોડાણ થતાં ટેક્નોલોજીના સમન્વયથી કોરોના વાયરસ સામેની રણનીતિ નક્કી કરાશે. આપત્તિની આ ઘડીમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરીની સમીક્ષા દૈનિક ધોરણે અહીંથી જ કરાશે.

કલેક્ટર વિજય ખરાડી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.ડી. પહાડિયાએ આજે યુદ્ધ કક્ષની મુલાકાત લઇ નેશનલ હેલ્થ પોર્ટલ ઉપર કોવિડ-૧૯ વિભાગની જાણકારી મેળવી હતી. આ પોર્ટલ ઉપર કરેલી કામગીરી ફિડ કરવામાં આવતાની સાથે જ તેનું વિસ્તૃત વિશ્લેષણ થઇ જાય છે. ગેપ એનાલિસીસ પણ થઇ જાય છે. દાહોદ માટે સારી વાત એ છે કે, દાહોદ અત્યાર સુધી નોંધાયેલા કેસો સમગ્ર ગુજરાતની સાપેક્ષે બહુ જ ઓછો છે અને તે બાબતને ધ્યાને રાખીએ એવું માનવામાં આવે છે કે, કોવિડ-૧૯નું સંક્રમણ ગુજરાતમાં જ્યારે પીક ઉપર હોય ત્યારે દાહોદ જિલ્લામાં મહત્તમ ૫૦ જેટલા કેસો નોંધાઇ શકે છે.

કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે કરવામાં આવતી રોજબરોજની કામગીરીની હવેથી દૈનિક ધોરણે આ યુદ્ધ કક્ષ માં સમીક્ષા કરવામાં આવશે. આ પોર્ટલ એવું પણ દર્શાવે છે કે, દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ સામે જરૂરી સાધનો, માનવ સંસાધન, હોસ્પિટલમાં સુવિધા પણ પૂરતા પ્રમાણમાં છે. અહીં નાગરિકો પણ હવે સ્માર્ટ બનવાની જરૂર છે. સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપ્લિકેશન કોવિડ-૧૯ અંગેની જાણકારી માટેની મહત્વપૂર્ણ છે. આ એપ તેના વપરાશકર્તાને નજીકમાં રહેલા દર્દી, રેડ ઝોન, કન્ટેઇન્મેન્ટ એરિયા અને આરોગ્ય અંગેની સ્વમૂલ્યાંકનની સુવિધા પૂરી પાડે છે.

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ સામેની રણનીતિના જ ભાગરૂપે જ તમામ ગામોમાં પાંચ-પાંચ યુવાનોને કોરોના વોરિયર્સ બનાવવામાં આવ્યા છે. જ્યારે, ફળિયા દીઠ ત્રણ કોરોના વોરિયર્સ બનાવાયા છે. જે ક્વોરોન્ટાઇન કરવામાં આવનારા કે કરાયેલા વ્યક્તિની સંભાળ રાખશે. આ ઉપરાંત, ગામોમાં મૂવમેન્ટ રજીસ્ટર રાખવાની સૂચના આપવામાં આવી છે. જેમાં ગામમાં આવનારા તમામ લોકોની નોંધ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments