Saturday, April 19, 2025
Google search engine
HomeDahod - દાહોદકોરોના સામે બચાવ માટે રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ રામબાણ ઇલાજ : ઘરગથ્થુ વસ્તુઓના...

કોરોના સામે બચાવ માટે રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ રામબાણ ઇલાજ : ઘરગથ્થુ વસ્તુઓના રોજિંદા સેવન માત્રથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં થાય છે વધારો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના સામેની લડાઇમાં બે વાતોને વિશેષ મહત્વ આપ્યું છે. એક તો લોકડાઉનનું ચુસ્ત પાલન અને બીજું વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારવી.
દેશહિત માટે સતત ફરજ પર ખડેપગે રહેતા કોરોના સેનાનીઓએ આ ઉપાયોને દિનચર્યાનો ભાગ અવશ્ય બનાવવો જોઇએ.
કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને કોવીડ-૧૯ થઇ જતો નથી. પરંતુ જે વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ આ સંક્રમણના જલ્દી શિકાર થાય છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તેઓને સંક્રમણની શકયતા ખૂબ ઘટી જાય છે. કોવીડ-૧૯ થયો હોય તેમાં પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે તેઓ જલ્દીથી સ્વસ્થ થઇ જાય છે. આ જ કારણોસર ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા દેશના વિખ્યાત વૈદ્યો જેઓ પદ્મશ્રી કે પદ્મવિભુષણથી સન્માનિત હોય તેમના પરામર્સથી કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો મેળવીને આ ઉપાયો પ્રયોજવા સ્વંય પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપાયો ખૂબ જ સરળ અને અસરકારક છે. આ માટેની સામગ્રી પણ ઘરનાં રસોડામાં ઉપલબ્ધ હોય જ છે. પોતાની દિનચર્યામાં આ ઉપાયોને નિચ્છિતપણે સામેલ કરવા જોઇએ જેથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય. જે કર્મચારીઓ દેશહિત માટે સતત ફરજ પર છે અને જે લોકો આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા છે,  તેમણે આયુષ મંત્રાલયના આ ઉપાયોને પોતાની દિનચર્યાનો ભાગ અવશ્ય બનાવી લેવો જોઇએ. અત્યારના ગરમીના દિવસોમાં ઠંડું પાણી – ફ્રિઝનું પાણી કે ઠંડા પીણાની ખોટી આદત પડી જતી હોય છે. તેને સ્થાને જરૂરી છે કે દિવસભર ગરમ પાણી પીવું જોઇએ. આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસનપ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ – ઓછામાં ઓછા 30 મિનિટ માટે કરવો જોઇએ. રસોઇમાં હળદરજીરુંધાણા અને લસણનો ઉપયોગ કરવો જોઇએ.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક ઉપાયો જોઇએ. : 

  1. ચ્યવનપ્રાશ : સવારે એક ચમચી-૧૦ ગ્રામ જેટલું ચ્યવનપ્રાશડાયાબિટીઝના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવું જોઇએ.
  2. હર્બલ ટી-ઉકાળો : દિવસમાં એક કે બે વાર તુલસીતજકાળા મરીસૂંઠ અને કાળી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ટી-ઉકાળો પીવો જોઇએ. તાજા લીંબુનો રસ જરૂર હોય તો ઉમેરી શકાય છે.
  3. ગોલ્ડન મિલ્ક : અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં – દિવસમાં એક કે બે વાર યોગ્ય લાગે તેમ પીવું જોઇએ.

સરળ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણેના ઉપાયો જોઇએ. : 

  1. નાસ્ય :  બંને નસકોરામાં તલનું તેલ કે નારિયેલનું તેલ અથવા ઘી સવાર સાંજ લગાવી શકાય છે.
  2. કોગળા કરવા : ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી – પીવુ નહી. ત્યારબાદ ગરમ પાણીના કોગળા કરવા – દિવસમાં એક કે બે વાર કરી શકાય.
  3. સુકી ઉધરસ કે ગળામાં બળતરા થતી હોય ત્યારેતાજા ફુદીનાના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવોલવિંગ પાવડર, સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે. ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.

આ ઉપાયો સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં યોજી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છેઆ ઉપાયો વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે. યાદ રહે આ ઉપાયો કોવીડ-૧૯ની સારવારનો દાવો નથી કરતા. પરંતુ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં અવશ્ય વધારો કરે છે. અત્યારે જયારે કોવીડ -૧૯ ની કોઇ દવા શોધાય નથી ત્યારે તેનાથી બચાવ એ જ શ્રેષ્ઠ ઉપાય છે અને એ માટે દેશના ઉત્તમ વૈદ્યો દ્વારા અકસીર ઉપાયોને અપનાવવા જ જોઇએ. 

આયુર્વેદ પદ્ધતિ દ્વારા રક્ષણાત્મક ઉપાય જોઇએ. : 

  1. ક્વાથ : પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બત્વક : પ્રક્ષેપ ત્રિકટુતુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.
  2. ઔષધસિધ્ધ જલ : સૂંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી અથવા સૂંઠ ૨ ચમચીને ૧૦ ગ્લાસ પાણીમાં ઘીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરૂરીયાત મુજબ નવસેકું પીવું.
  3. ધૂપન દ્રવ્ય : સલાઇ ગુગળ ૫૦ ગ્રામઘોડાવજ – ૧૦ ગ્રામસરસવ – ૧૦ ગ્રામલીમડાના પાન – ૧૦ ગ્રામ અને ગાયનું ઘી – ૨૦ ગ્રામ મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો.
  4. હોમિયોપથી સબંધિત રક્ષણાત્મક ઉપાયો  : આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર સાંજ ત્રણ થી સાત દિવસ લેવી. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments