

KHETA DESAI –– BANASKANTHA
પોલીસ મહાનિરીક્ષક ડી.બી.વાઘેલા, સરહદી રેન્જ, ભૂજ તથા પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળ, બનાસકાંઠા, પાલનપુરનાની જીલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા સારૂ તેમજ શોધી કાઢવા સારૂ સુચના તથા માર્ગદર્શન મુજબ પી.એલ.વાઘેલા, I/C પોલીસ ઇન્સ., ક્રાઇમ બ્રાન્ચ, બનાસકાંઠા, પાલનપુર તથા એ.એ.ચૌધરી પો.સ.ઇ. ક્રાઇમ બ્રાન્ચ, પાલનપુર તથા ક્રાઇમ બ્રાન્ચ,પાલનપુરના મોહનસિંહ, પ્રવિણચંદ્ર, પ્રવિણસિંહ, નરેશભાઇ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, દિલીપસિંહ વિ.પોલીસ સ્ટાફના માણસો સાથે તા.૦૧/૦૮/૧૯ ના રોજ ધાનેરા પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબધી ગુન્હાઓ લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના I/C પોલીસ ઇન્સ. પી.એલ.વાઘેલાઓને મળેલ બાતમી હકીકત આધારે ધાનેરા વ્હોરવાસના નાકા પાસે જીગ્નેશકુમાર છગનલાલ ઠકકર (કતીરા) રહે.ધાનેરા ઉમીયાનગર સોસાયટી તા.ધાનેરાવાળાની ઝડતી તપાસ કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી રૂા.૨૦૦/- ના દરની નોટોની થોકડી મળી આવેલ જે ત્રણ સીરીઝની ૧૬ નોટો રૂા.૩૨૦૦/- જે નોટોનો કાગળ તથા તેની પ્રિન્ટ તથા નોટો જોતા તમામ નોટો બનાવટી હોવાનું પ્રથમ દર્શનીય જણાઇ આવતા તેના વિરૂધ્ધ ધાનેરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૮/૧૯ ઇપીકો કલમ ૪૮૯(ક),(ખ),(ગ),(ઘ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાની વધુ તપાસ હાથ ધરતા આ બનાવટી ભારતીય ચલણી નોટો યુસુફભાઇ સૈફુદીન અમ્પાનવાલાવાળાએ તથા હસન મકબુલહુસેન વોરા (બેગ્લોરવાલા) રહે.ધાનેરા વાળાએ આપેલનું જણાઇ આવતાં આ બંનેને ગુનાના કામે અટક કરી પુછપરછ કરતા આ બનાવટી ભારતીય ચલણી નોટો પુના ખાતે યુસુફભાઇ સૈફુદીન અમ્પાનવાલાનો દિકરો બુરહાનુદીન યુસુફભાઇ અમ્પાનવાલા તેના રહેણાંક ઘરમાં કલરીંગ પ્રિન્ટર મશીન તથા નોટો છાપવાની સાધન સામગ્રી રાખી છાપતો જે નોટો અને કલરીંગ પ્રિન્ટર મશીન તથા નોટો છાપવાની સાધન સામગ્રી ગુજરાત બનાસકાંઠાના ધાનેરા મુકામે લાવી બનાવટી નોટો છાપી જે બનાવટી ભારતીય ચલણી નોટો સાચા તરીકે ઉપયોગ કરવા સારૂ આયોજનનો પર્દાફાશ થતા ધાનેરા વોરવાસમાં જઇ આરોપી યુસુફભાઇ વ્હોરાના ઘરેથી નીચે મુજબ બનાવટી ભારતીય ચલણી નોટો તથા સાધન સામગ્રી કબજે કરવામાં આવેલ છે.
(૧) એક Canon Multifunction Printer K 10472 કંપનીનું કલર પ્રીન્ટર કાળા કલરનું ચાલુ હાલતનું છે જેની કિ.રૂા.૧૫,૦૦૦/-
(૨) એક સ્ક્રીન પ્રીન્ટીંગ બોર્ડ લાકડાની ફ્રેમમાં બ્લ્યુ કલર (પર્પલ કલર) ની ફીલ્મ પટ્ટી શેલો ટેપથી ફીટ કરેલ છે જે કિ.રૂા.૫૦૦/-
(૩) પેપર કટીંગ માટેની એક લીલા કલરની મેટ જેના ઉપર MORNSUN લખેલ છે જેની કિ.રૂા.૧૦૦/-
(૪) એક ફુટ પટ્ટી ૧૨ ઇંચની (સ્કેલ પટ્ટી) મેટલની કિ.રૂા.૦૦/-
(૫) એક મેટલનું પેપર કટર જેની કિ.રૂા.૦૦/-
(૬) BUSINESS PAPER ૧૦૦ ટકા કોટન લખેલ પેપરશીટના પેકેટ નંગ- ૪ જેની કુલ કિ.રૂા.૨૦૦૦/-
(૭) બનાવટી ભારતીય ચલણી નોટો રૂા.૨૦૦ ના દરની (૧) સીરીઝ નં.1KW 016096ની નોટો નંગ- ૭૧ જે કુલ રૂા.૧૪,૨૦૦/- (ર) સીરીઝ નં.1KW 016098ની નોટો નંગ- ૪૭ જે કુલ રૂા.૯,૪૦૦/- (૩) સીરીઝ નં.1KW 016099ની નોટો નંગ-૬૨ જે કુલ રૂા.૧૨,૪૦૦/- (૪) સીરીઝ નં. 6HN 127904 ની નોટો નંગ-૨ જે કુલ રૂા.૪૦૦/- (૫) સીરીઝ નં.4BP 918636 ની નોટ નંગ-૧ કિ.રૂા.૨૦૦/- ની મળી જે તમામ બનાવટી ભારતીય ચલણી નોટો કુલ કિ.રૂા.૩૬,૬૦૦/-
(૮) ૨૫ પેપર શીટો છે જે દરેક પેપર શીટ ઉપર રૂા.૨૦૦/- ના દરની નોટો (૧) સીરીઝ નં.1KW 016096 ની નોટ (2) સીરીઝ નં.1KW 016098 ની નોટ (૩) સીરીઝ નં.1KW 016099 ની નોટ આગળ પાછળના ભાગે છાપેલ છે.જે દરેક સીરીઝની કુલ ૨૫ નોટો એમ કુલ- ૭૫ નોટો છાપેલ હાલતમાં છે જે કટીંગ કર્યા વગરની છે જે કુલ રૂા.૧૫,૦૦૦/- છે
(૯) બનાવટી ભારતીય ચલણી નોટો છાપી તેને કટીંગ કરેલ તે કટીંગ પેપર નંગ- ૮૬ કિ.રૂા.૦૦/૦૦
(૧૦) બનાવટી ભારતીય ચલણી નોટો રૂા.૨૦૦૦/- ની છાપવા માટેના બે ટ્રેસીંગ પેપર જેના એક ભાગમાં ૨૦૦૦ અને ગાંધીજીનો ફોટા જણાય છે જે કિ.રૂા.૦૦/૦૦
(૧૧) ૫ પેપર શીટો જે દરેક પેપર શીટના એક ભાગે રૂા.૨૦૦/-ના દરની બનાવટી ચલણી નોટોનો ત્રણ નોટોનો પાછળનો ભાગ છાપેલ જેની કિ.રૂા.૦૦/૦૦
(૧૨) ૫ પેપરશીટો જે દરેક પેપર શીટના એક ભાગે રૂા.૨૦૦૦/-ના દરની બનાવટી ચલણી નોટોનો ત્રણ નોટોનો આગળનો જેની (૧) સીરીઝ નં.0CG 565585 (2) સીરીઝ નં.3KB 593155 (૩) સીરીઝ નં.1CL 420778 દરેક પેપર ઉપર આગળનો ભાગ છાપેલ જેની કિ.રૂા.૦૦/-
(૧૩) એક પેપર શીટ ઉપર (૧) સીરીઝ નં.1KW 016098ની નોટનો આગળનો ભાગ (ર) સીરીઝ નં.1KW 016096 ની નોટનો પાછળનો ભાગ (૩) સીરીઝ નં.1KW 016099 ની નોટનો પાછળનો ભાગ નોટો છાપવા માટે ચોંટાડેલ છે. જે ત્રણ નોટો રૂા.૨૦૦/- ના દરની અસલ ભારતીય ચલણી નોટો છે જે કિ.રૂા.૬૦૦/-
(૧૪) એક પેપર શીટ ઉપર (૧) સીરીઝ નં.2EC 581181 ની નોટનો પાછળનો ભાગ (ર) સીરીઝ નં.8DW 045136 ની નોટનો પાછળનો ભાગ (૩) સીરીઝ નં.2FS 951427 ની નોટનો પાછળનો ભાગ નોટો છાપવા માટે ચોંટાડેલ છે. જે ત્રણ નોટો રૂા.૫૦/- ના દરની અસલ ભારતીય ચલણી નોટો છે જે કિ.રૂા.૧૫૦/-
આમ, ઉપરોકત બનાવટી ભારતીય ચલણી નોટો નંગ-૨૭૪ કિ.રૂા.૫૪,૮૦૦/- તથા અસલ ચલણી નોટો નંગ-૬ કિ.રૂા.૭૫૦/- તથા અન્ય સાધન સામગ્રી કિ.રૂા.૧૭૬૦૦/- મળી કુલ કિ.રૂા.૭૩,૧૫૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે.