Saturday, December 28, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાખજુરીયા ગામની છ પ્રાથમિક શાળામાં આદીવાસી બાળકોને ભણવા માટે મફત નોટબુક,...

ખજુરીયા ગામની છ પ્રાથમિક શાળામાં આદીવાસી બાળકોને ભણવા માટે મફત નોટબુક, પેનસીલ, રબરનું વિતરણ કરવામાં આવ્યુ

 

Girish Parmar

logo-newstok-272-150x53(1)

GIRISH PARMAR – JESAWADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી કલસ્ટરની ખજુરીયા મુખ્ય  પ્રાથમીક  શાળા, ખજુરીયા પટેલ ફળિયા પ્રા.શાળા, ખજુરીયા ખાડા ફળિયા પ્રા.શાળા, વેડ ફળિયા પ્રા.શાળા, મિનામા ફળિયા પ્રા.શાળાના ૫૦૦ જેટલા બાળકો ને અમદાવાદના સુમનભાઇ પ્રજાપતી નિવૃત પ્રોફેસર અમદાવાદ દ્વારા આદીવાસી બાળકોને શિક્ષણ અભ્યાસ  માટે દરેક બાળકોને ૬-નોટબુક, ૬-પેન્સીલ, રબર, સંચો તેમજ પારલેજી બિસ્કીટ દરેક શાળામાં જઇને આપ્યા. આ પ્રસંગે કબીર મંદિર સાલીયાના મહંત શ્રી રુસીકેસ દાસજીના હસ્તે વિતરણ કરવામાં આવતા આ સાથે જયાબેન પ્રજાપતી, પિયુષભાઇ પટેલ, દિપકભાઇ પ્રજાપતી તેમજ  સ્થાનીક કક્ષાએથી ગામના સરપંચ બિનુબેન મુકેશભાઇ  પલાસ, નરેસભાઇ મીનામા, મોતીભાઇ પલાલ, આંબલી સી.આર.સી.કો.ઓડીઁનેટર મુકેશભાઇ ભુરીયા, નેવાભાઇ ડામોર, નાયબ મામલતદાર જોષી સાહેબ, આંબલી પગાર કેન્દ્રના આચાર્ય હરીશભાઇ બામણીયા તેમજ તમામ શાળા નો શિક્ષકસ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments