ખાદીના પરંપરાગત સત્વને પુનઃ પરિભાષિત કરવામાં ટ્રેન્ડ સેન્ટર ઓમ ખાદી ડિઝાઈન સ્ટુડિયોએ રવિવારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર પોતાના અગ્રણી સ્ટોરનું ઉદ્ધાટન કર્યું છે.
આ ભવ્ય ઉદ્ધાટન પ્રસંગે ખાદી અને ગ્રામોદ્યોગ મંડળ (KVIC) ના ચેરમેન મનોજકુમાર અને રાજ્ય સરકારના MSME, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોના રાજ્ય કક્ષાના મંત્રી માનનીય જગદીશ વિશ્વકર્મા અનુક્રમે મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના મીડિયા, કોર્પોરેટ અને સામાજિક વર્તુળની જાણીતી હસ્તીઓએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રદર્શનમાં મૂકવામાં આવેલા ખાદીના વસ્ત્રો અને એસેસરીઝના કલેક્શનને નિહાળ્યું હતું.
પૂજા કપૂર દ્વારા 2021માં પ્રસ્થાપિત કરવામાં આવેલા ઓમ ખાદીનું મિશન, ખાદીની ઓળખ ફક્ત એક હાથ વણાટના બરછટ કાપડ પૂરતી મર્યાદિત ન રહેવા દઈને તેના અર્થને એક નવી કલ્પના અને પરિભાષા આપવાનું છે. મહાત્મા ગાંધીના સ્વદેશીના વિઝનમાંથી પ્રેરણા લઈને આ બ્રાન્ડ ખાદીને ફેશન, ફ્યુઝન ફેબ્રિક, ડિઝાઈન, સિલાઈ, પેટર્ન અને સ્ટાઈલિંગમાં પરિવર્તિત કરી રહી છે. MSME,ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોના રાજ્ય કક્ષાના મંત્રી માનનીય જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં કારીગરો, સૂતર કાંતનારાઓ અને વણકરોને રોજગારી આપવા માટેની આ એક સારી પહેલ છે. આ ઉપરાંત તેનાથી યુવા પેઢીને ખાદીના ઉપયોગ સાથે પણ જોડી શકાશે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખાદીના વપરાશને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ પહેલ રોજગાર અને ટકાઉપણાના વિસ્તૃત કાર્ય માટેનું સમર્થન છે અને આજના ઉપભોક્તાઓ માટે ખાદીને પ્રાસંગિક બનાવી રહી છે.
ઉદ્ઘાટનના આ પ્રસંગે KVICના ચેરમેન શ્રી મનોજકુમારે જણાવ્યું હતું કે, “ખાદીની ઈનોવેટિવ પ્રોડક્ટ્સ આધુનિક સમયના ગ્રાહકો માટે વધુ આકર્ષક અને પ્રાસંગિક છે. ગામડાઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સપનાને સકાર કરવા માટે આ સાચી દિશામાં લેવાયેલું એક પગલું છે. ખાદી માટે આ પ્રકારના નવીન વિચારો પ્રસ્તુત કરવા બદલ હું ઓમ ખાદી અને તેના પ્રમોટર્સને અભિનંદન આપું છું.”ઓમ ખાદી ડિઝાઈન સ્ટુડિયોના સ્થાપક પૂજા કપૂરે જણાવ્યું હતું કે, ખાદી ફક્ત પ્રાકૃતિક રેસામાંથી હાથ વડે વણાયેલું કાપડ નથી, પણ એક અભિયાન, વિચારધારા અને જીવન જીવવાની પદ્ધતિ છે. તેવી જ રીતે ઓમ ખાદી ફક્ત એક બ્રાન્ડ નથી,પણ ખાદીના સમૃદ્ધ વારસાનું સમ્માન છે, આત્મનિર્ભરતાની ભાવનાનું પ્રતિક છે. અમે અમારા પ્રમુખ સ્ટુડિયોનું અનાવરણ કરતા રોમાંચનો અનુભવ કરીએ છીએ, જ્યાં ખાદીના સંરક્ષકો પરંપરા અને સમકાલીન લાવણ્યના મિશ્રણનો સાતત્યપૂર્ણ અનુભવ કરી શકે છે.
સીવણની સમકાલીન સ્ટાઈલ પર ફોકસ કરીને ઓમ ખાદીએ હાઈ નેટવર્થ ધરાવતા લોકો અને ફેશન માટે ઉત્સાહી વર્ગમાં ખાદીને સફળતાપૂર્વક લોકપ્રિય બનાવી છે. હાથ વડે કાંતવામાં આવેલા કાપડમાંથી તૈયાર કરવામાં આવેલા શાસ્ત્રીય કથ્થક ડાન્સરના કોસ્ચ્યુમમાં વજનમાં એકદમ હલકા ઘેર તૈયાર કરવામાં આવ્યા છે, જે નૃત્યની દરેક ચેષ્ટા સાથે સતત ઘૂમરાવો લે છે. ઓમ ખાદીના આકર્ષક રીતે ડિઝાઈન કરવામાં આવેલા ગિફ્સ હેમ્પર્સ પણ દિવાળી અને તહેવારોની ભેટ માટે લોકપ્રિય પસંદ બન્યા છે, કોર્પોરેટ્સમાં પણ તે લોકપ્રિય બની રહ્યા છે.
“મહાત્મા ગાંધીનું સ્વદેશીનું વિઝન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું વિઝન ઓમ ખાદી માટે ચાલક બળ છે.” તેમ પૂજા કપૂરે જણાવ્યું હતું.