KEYUR PARMAR BUREAU DAHOD
આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ પાસે આવેલ શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, લીલવાદેવા ખાતે ખેલમહાકુંભની તાલુકા કક્ષાની કબડ્ડીની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઝાલોદ તાલુકાની C.R.C. કક્ષાએ કબડ્ડીની સ્પર્ધા જીતને આવેલ અલગ અલગ C.R.C. ની ટીમોએ તાલુકા કક્ષાએ કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં “૧૪ વર્ષથી નીચે”, “૧૭ વર્ષ થી નીચે”, અને “૧૭ વર્ષથી ઉપર” એમ ત્રણેય કેટેગરીમાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો જેમાં ૧૪ વર્ષથી નીચેની કબડ્ડીની સ્પર્ધામાં ભાઈઓમાં કાળીમહુડી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે જીતી હતી અને દ્રિતીય ક્રમે તેતરિયા પ્રાથમિક શાળા વિજયી બન્યા હતા અને બહેનોમાં ૧૪ વર્ષથી નીચેમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, રૂપાખેડાની બહેનો પ્રથમ ક્રમે રહી હતી અને દ્રિતીય ક્રમે તેતરીયા પ્રાથમિક શાળાની બહેનો રહી હતી. ૧૭ વર્ષથી નીચેની કેટેગરીમાં યશોધરા વિદ્યાલય, રૂપાખેડાના ભાઈઓ પ્રથમ ક્રમે અને આઈ.પી. મિશન હાઈસ્કૂલ, ઝાલોદ દ્રિતીય ક્રમે રહી હતી અને બહેનોમાં આઈ.પી. મિશન હાઈસ્કૂલ, ઝાલોદની બહેનો પ્રથમ ક્રમે અને કન્યા વિદ્યાલય, લીમડીની બહેનો દ્રિતીય ક્રમે રહી હતી અને ૧૭ વર્ષથી ઉપરના વર્ષમાં યશોધરા વિદ્યાલય – રૂપાખેડાના ભાઈઓ પ્રથમ ક્રમે અને આઈ.પી.મિશન હાઈસ્કૂલ, ઝાલોદ દ્રિતીય ક્રમે રહ્યા હતા જ્યારે ૧૭ વર્ષથી ઉપરની બહેનોની સ્પર્ધામાં આઈ.પી. મિશન હાઈસ્કૂલ, ઝાલોદની બહેનોનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો.
ખેલ મહાકુંભ – ૨૦૧૬ ના તાલુકા કક્ષાની કબડ્ડીની સ્પર્ધામાં વિજેતા બનેલ તમામ શાળાના ભાઈઓ અને બહેનોને તથા શાળા પરિવાને “શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ” દાહોદ અને “શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા” લીલવાદેવા શાળાના આચાર્ય રશ્મિકાંતભાઈ એન. ભાટીઆ અને શાળા પરિવારના સ્ટાફ તરફ થી ખુબ ખુબ અભિનંદન.