૨.૦ ખેલ મહાકુંભ દરમ્યાન પ્રથમ આવતાં ગોલ્ડ અને સિલ્વર પ્રાપ્ત કર્યા હતા.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના આંતરિયાળ ગામ એવા ડાંગરીયા ગામનો રહેવાસી અને દેવગઢ બારીયાની એસ.આર. હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૧ આર્ટ્સ માં અભ્યાસ કરતો લુહાર દેવેન્દ્ર સંજયભાઈ પોતે ખેડૂત પુત્ર છે. દેવેન્દ્ર કહે છે કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવુ છું. મારા માતા – પિતા ખેતી કરીને પરિવારનું ભરણ – પોષણ કરે છે. મને આર્ચરીનો બાળપણથી જ ઘણો શોખ હતો. હું ૨૦૨૧ માં દેવગઢ બારીયા ખાતે આવેલ રમત ગમત સંકુલ ખાતે આવ્યો અને અહીંથી મારી પ્રેક્ટિસ ખરા અર્થમાં ચાલુ થઇ. અહીં મને તેમજ અહીં આવેલ તમામ ખેલાડીઓને સારુ કોચિંગ મળી રહે છે. સતત પ્રેક્ટિસ તેમજ સારા કોચિંગના કારણે મને વર્ષ ૨૦૨૨ દરમ્યાન મીની સબ જુનિયર આર્ચરી માં આંધ્ર પ્રદેશ ખાતે તેમજ રાજસ્થાન ખાતે પણ ભાગ લેવાનો મોકો મળ્યો. ૨.૦ ખેલ મહાકુંભમાં પ્રથમ આવતાં મને ગોલ્ડ અને સિલ્વર પ્રાપ્ત થયા અને અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન ૩.૦ ના ખેલ મહાકુંભ તરફ છે.
દેવેન્દ્રએ વધુમાં અન્ય ખેલાડીઓને અપીલ કરતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૫ ના આ ખેલ મહાકુંભ દરમ્યાન તમામ ખેલાડીઓ પોતાને મળેલ આ તક ને ઝડપી ને પુરા આત્મવિશ્વાસ સાથે રમે અને પોતાના તરફથી સારુ પ્રદર્શન કરીને પોતાના પરિવાર સાથે આપણા દાહોદ જિલ્લાનું નામ પણ રોશન કરે.