THIS NEWS IS SPONSORED BY –– RAHUL HINDA
- દાહોદમાં ૪૮ કલાક અગાઉ થયેલ હત્યા સોપારી કિલિંગ હોવાનું આવ્યું સામે.
- પોલીસે કરી સોપારી લેનારની ધરપકડ.
- ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડતી દાહોદ પોલીસ.
ગઈ તા.૨૧/૦૫/૨૦૨૨ને શનિવારના રોજ સાંજના અંદાજે ૦૫:૪૫ વાગ્યાની આસપાસ કુકડા ચોક ખાતે એકસીડન્ટ બાબતે સામાન્ય બોલાચાલી થતા મુસ્તુફા સાકીર ઉર્ફે બાદશાહ શેખ દ્વારા યુનુસભાઇ અકબરભાઈ કતવારાવાલાને ઉપરાઉપરી ચપ્પુ વડે જીવલેણ ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી છૂટયો હતો.
IPC કલમ ૩૦૨ મુજબ ગુનોહ દાખલ કરેલ ગુનાની ગંભીરતા ને ધ્યાનમાં લઈ મર્ડરના આરોપીને શોધી કાઢવા સારુ નાયબ પોલીસ મહાનિરિક્ષક એમ.એસ. ભરાડા પંચમહાલ રેન્જ, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા ASP જગદીશ બાંગરવા તથા LCB પી.આઇ. બી.ડી. શાહ ને સૂચના આપતા PSI એન.એફ. ડામોર તથા એન.એન. પરમાર અને સ્ટાફે ગુનાહની ગંભરતાપૂર્વક ધ્યાનમાં લઈ CCTV કેમેરા તથા નેત્રમ કન્ટ્રોલરૂમના કેમેરા દ્વારા આરોપીની ઓળખ કરી તેને શોધી કાઢવા પોલીસની તમામ ટીમ કામે લાગી ગયેલ હતી. જેથી ટીમ દ્વારા આ પ્રયત્નોના ફળસ્વરૃપે આરોપી બસ સ્ટેશન ખાતે હોવાની ચોક્કસ માહિતીના આધારે દાહોદ બસ સ્ટેશન ખાતેથી જઈ ઝડપી પાડી પૂછતાછ કરતા આરોપી દ્વારા પોતાને રૂપિયાની જરૂર હોઈ પોતાના મિત્ર મોઈન હમીદખાન પઠાણ કામ આપવવા બાબત વાત કરેલ હતી અને તેના મિત્ર મોહમ્મદ ઈસ્માઈલભાઈ લોખંડવાલા મરણ જનાર યુનુસ કતવારાવાલા જોડે જમીનની લેવડ-દેવડ માં કોર્ટમાં મેટર દાખલ કરેલી હોઈ તેમજ તેની જોડે ચાલતા બીજા અન્ય ગુનાઓથી છુટકારો મેળવવા માંગતો હોઈ સોપારીના ભાગરૂપે દસ (૧૦) લાખ રૂપિયાની સોપારી મોઈન પઠાણ દ્વારા લેવામાં આવી હતી. મોઇન પઠાણ દ્વારા તમામ માહિતી તેના મિત્ર મુસ્તુફા શેખને અવગત કરાવી તેની રોજ બરોજની દિનચર્યા થી વાકેફ કરી તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ યુનુસ કતવારાવાલાનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું અને તે મુજબ તેની હત્યા કરી હતી આમ સોપારી લેનાર મુખ્ય આરોપી ઝડપાઈ ગયો હતો. જેને આ આખી હકીકત કબૂલ કરતા આ બાબતે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી આ ઘટના બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.