ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ આજરોજ તારીખ.૦૨/૦૩/૨૦૧૬ ના રોજ સાંજના સમયે દાહોદ સીપીઆઇ ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને ગરબાડા પોલિસ સ્ટેશનમાં ગામના ગ્રામજનો તેમજ સ્થાનિક વેપારીભાઈઓની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક વેપારીઓએ તેમજ ગ્રામજનોએ તેમની રજૂઆતમાં ગામમાં સઘન પોલિસ પેટ્રોલીંગ તેમજ રાત્રિના સમયે ગામમાં જરૂરી પોઈન્ટ ઉપર હોમગાર્ડ તો મૂકવામાં આવે છે પણ તેમની સાથે હથિયારી પોલિસ પણ મૂકવામાં આવે તેવી માંગણી કરેલ હતી. ખાસ કરીને આવનાર હોળીના તહેવાર તથા તાલુકામાં ભરતા મેળાઓ તેમજ ત્યારબાદ આદિવાસી સમાજના લગ્નગાળાને લક્ષમાં રાખીને એસઆરપીની ફાળવણી કરવામાં આવે તથા ખાનનદી ઉપર કાયમી એસઆરપી પોઈન્ટ મૂકવામાં આવે તેમજ ખાનનદીથી મધ્યપ્રદેશ બોર્ડર સુધી હાઇવે ઉપર સતત પોલિસ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વધુમાં ગ્રામજનોએ ગરબાડામાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા બાબતે પણ રજૂઆત કરી હતી અને ગરબાડામાં TRB ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તથા ગરબાડા નગરમાં જરૂરી વિસ્તારોમાં નાઇટ વિઝનCCTV કેમેરા લગાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી આવી હતી.
લોકોની રજૂઆતના પગલે ગરબાડા પીએસઆઇ ચૌધરીએ જણાવ્યુ કે,ગરબાડા નગરમાં ચાર જગ્યાએ CCTV કેમેરા લગાવવાનું આયોજન છે જેમાં ૭૦ ટકા લોકફાળાની જરૂરિયાત છે તથા તેમને જણાવ્યૂ હતું કે, તહેવારો દરમ્યાન પોલિસ વાન ફરતી રહેશે તેમજ ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે તેમજ રાત્રિ દરમ્યાન પણ સઘન પેટ્રોલીંગ કરવામાં આવશે તેમજ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જરૂરી એક્શન લેવામાં આવશે.
વધુમાં રાજેશભાઈ મિનામા દ્વારા આવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, ગરબાડા મઢી ફળિયા (બંગલી ફળિયા) માં પોલિસ ક્વાટર્સ આવેલ છે તે બિલકુલ જર્જરિત થઈ ગયેલ છે તે નવા બનાવવા જરૂરી છે તથા ત્યાં પોલિસની માલિકી અંગેનું બોર્ડ મૂકવામાં આવે તેવી માંગણી કરી હતી સાથે સાથે ગાંગરડી રોડ ઉપર આવેલ પોલિસ ક્વાટર્સ પણ જર્જરીત થયેલ હોય તેની પણ મરામત કરાવવા બાબતે રજૂઆત કરી હતી.