જય અંબે પગપાળા સંઘ ગરબાડા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડાથી અંબાજી પગપાળા જવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે ચાલીસ જેટલા યુવાનોએ આજરોજ માતાજીના જય જયકાર સાથે માતાજીનો રથ લઈને ગરબાડાથી અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું છે. ગરબાડાથી અંબાજી પ્રસ્થાન કરતાં પહેલા જય અંબે પગપાળા સંઘ દ્વારા આજરોજ સવારમાં ગરબાડા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.