GIRISH PARMAR – Jesawada, Dahod.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં જેસાવાડા ગામમાં આજ રોજ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરબાડા તાલુકાનાં જેસાવાડા, વડવા, આંબલી, છરછોડા, નેલસુર, વજેલાવ, ચીલાકોટા, બાવકા ઉપરાંત અન્ય ગામોના લોકો હજારોની સંખ્યામાં આ ઢોલ મેળામાં આવ્યા હતા અને મેળાનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષોથી ચાલતી આવતી જૂની આદિવાસી સમાજની પરંપરા મુજબ જ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં વર્ષોથી બહારગામ મજૂરી અર્થે ગયેલા લોકો હોળી જેવા પાવન ત્યૌહાર પર પોતાના વતન પરત આવેલા લોકો પણ આ મેળાની રાહ જોઈ મેળામાં હરવા ફરવા અને મોજ મઝા કરી આ મેળાનો લાહવો લીધો હતો. આથી જેસાવાડા ગામનો આ મેળો દાહોદ જીલ્લામાં પ્રચલીત મેળો ગણવામાં આવે છે. આ મેળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. જેસાવાડા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ લોકોમાં જન જાગૃતિ માટે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો અને ગરબાડા તાલુકા મામલતદાર કચેરી દ્વારા પણ જન જાગૃતિ માટે ભવાઇ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં આદિવાસી પરંપરા મુજબ બધા ઢોલ વગાડી નાચીકૂદીને મોજમઝા કરતાં હોય છે