GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમા રમત ગમત યુવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત વિશ્વ યોગ દિવસ યશવાટીકા ઉ.બુ શાળા જેસાવાડાના પટાંગણમા યોજવામા આવ્યો. જેમા માસ્ટર ટ્રેનર દ્વારા યશવાટીકા ઉ.બુ શાળાના 1015-વિદ્યાર્થીઓ તેમજ ૪૦-શિક્ષક ભાઈ-બહેનો તથા શાળાના આચાર્ય શૈલેશભાઈ મખોડીયાના અધ્યક્ષ સ્થાને તેમજ જેસાવાડા મુખ્ય પ્રા.શાળાના 327-વિદ્યાર્થી તેમજ શિક્ષક ભાઈ-બહેનો અને આચાર્ય હિતેશભાઈ બારીયા, કન્યા વિઘાલય જેસાવાડા ની 320-વિદ્યાર્થીની અને 11-શિક્ષક અને આચાર્ય, અભલોડ વિવેકાનંદ મા. અને ઉ.મા શાળાના 1488- વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ભાઈ-બહેનો આ યોગ શિબીરમા પ્રણાયામ તેમજ જુદા જુદા આસનો સ્વ-તંદુરસ્તીના વિકાસ તેમજ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આ યોગ શિબીરમાં ભાગ લઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉજ્વળ અને સફળ બનાવ્યો હતો.