Thursday, April 10, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડાના ચકચારી દુલ્હન અપહરણ કેસના નાસતા ફરતા આરોપીને ઝબ્બે કરવામાં ગરબાડા પોલીસને...

ગરબાડાના ચકચારી દુલ્હન અપહરણ કેસના નાસતા ફરતા આરોપીને ઝબ્બે કરવામાં ગરબાડા પોલીસને મળેલ સફળતા

 Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

Priyank Chauna – Garbada

ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે  ગરબાડામાં ગત વર્ષે બનેલ બહુ ચર્ચિત ચકચારી દુલ્હન અપહરણ કેસનો નાસતો ફરતો આરોપી સુરેશ કલજી મેડાને ઝડપી પાડવામાં ગરબાડા પોલીસને હાલમાં સફળતા મળેલ છે અને તેની પુછપરછ કરતાં મધ્યપ્રદેશ રાણાપુર પો.સ્ટેના લુટના ગુન્હાની કબૂલાત કરેલ છે જેથી બીજા અન્ય ગુન્હાઓ સબંધે વધુ પુછપરછ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

          પોલીસ વર્તુળ દ્વારા મળેલ માહિતી મુજબ, પોલીસ અધિક્ષક શ્રી મનોજ નિનામાનાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને વધુમાં વધુ પકડી પાડવા અંગે સુચના આપી ડ્રાઇવ રાખતા મે.નાયબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દાહોદ વિભાગ દાહોદનાઓના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ સ્ટેશન તરફ્થી પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટુકડીઓ બનાવી અને ગરબાડા તાલુકા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આયોજન કરવામાં આવેલ. જેથી ગરબાડા પોલીસે નાસતા ફરતા આરોપીઓની હકીકત મેળવી વોચ ગોઠવવામાં આવેલ.

          જેમાં ગરબાડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૩/૨૦૧૫ ઇ.પી.કો.કલમ.૩૯૫, ૩૯૭, ૩૬૫,૩૭૬, ૧૨૦ (બી), ૨૧૨ મુજબના દુલ્હન ચકચારી કેસનો નાસતો ફરતો આરોપી સુરેશ કલજી મેડા, રહે.ગુલબાર, તા.ગરબાડાનાનો મોટરસાઇકલ પાછળ બેસી આગાવાડા તરફથી ગુલબાર રોડ ઉપર ગરબાડા તરફ આવતા હોવાની હકીકતના (બાતમી) આધારે પોલિસ સ્ટાફના માણસો સાથે કળસીયા ચોકડી ઉપર વોચ રાખવામાં આવેલ અને વાહન ચેકિંગ કરવામાં આવેલ જે દરમ્યાન બંને ઇસમો મોટરસાઇકલ ઉપર આવતા પોલિસને જોઈ નાસવા જતાં આ કામનો નાસતો ફરતો આરોપી મોટરસાઇકલ ઉપરથી કુદી જઇ ખેતરોમાં ભાગવા લાગતાં તેનો પીછો કરી પોલીસે તેને પકડી પડેલ છે.

          આ કામનો આરોપી દુલ્હનને ભગાડી લઈ જવામાં મુખ્ય આરોપી હોય અને તેની પુછપરછ કરતાં મધ્યપ્રદેશના રાણાપુર પો.સ્ટેના લુટના ગુન્હાની કબુલાત કરેલ છે. વધુમાં આ આરોપીની અટક કરવામાં આવેલ છે અને બીજા અન્ય ગુન્હાઓ સબંધે વધુ પુછપરછ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. જેથી પોલીસ રીમાન્ડ દરમ્યાન વધુ ગુન્હાઓ અંગેનો પર્દાફાશ થઈ શકે તેમ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments