દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામના મંદિર તથા પંચાયત ઘરની સામેથી હોળી ફળીયા સુધીનો રસ્તો પાણી પુરવઠાની લાઇન નાંખવાના કારણે પાછલા ચાર માસથી તોડી નાંખવામાં આવ્યો છે જેના કારણે તથા હાલમાં ચોમાસામાં વરસાદ પાડવાના કારણે આ રસ્તા ઉપર ભારે ગંદકી અને કીચડ જોવા મળી રહ્યું છે. જે તસ્વીરોમાં નજરે પડે છે.
પગપાળા સહિત નાનામોટા વાહનોવાળાઓને પણ અહીંયાથી પસાર થવું ખુબજ મુશ્કેલ બન્યું છે. જે બાબતને ધ્યાનમાં રાખી જે તે સંબંધિત તંત્ર પોતાની જવાબદારી સ્વકારી આ રસ્તાનું વહેલી તકે નવિનીકરણ કરે તે આવશ્યક છે.