પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર,ગરબાડા તાલુકાના ભામાતળાઇ ગામના બળવંતભાઈ રામસિંગભાઈ પરમાર તથા તેની સાથેના બે અજાણ્યા ઈસમોએ તા.19/12/2018 ના રોજ સાંજના સાડા પાંચ કલાક વાગ્યા સુમારે ગરબાડા તાલુકાના નવાફળીયા ગામની સગીરાને નવાફળીયા ગામેથી જબરજસ્તીથી સફેદ કલરની ફોર વ્હીલર ગાડીમાં બેસાડી બળવંતભાઈ તેની પત્ની તરીકે રાખવા માટે તેનું અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બનાવ બાબતે અપહ્યત સગીરાના મામા હિંમતસીંગ રૂપસિંગભાઈ મોરીએ તા.24/12/2018 ના રોજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે હિંમતસીંગ રૂપસિંગભાઇ મોરીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
HomeGarbada - ગરબાડાગરબાડાના નવાફળિયાની સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ કરતો ભામાતળાઇ ગામનો યુવક, આ બાબતે...