GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકા ના નેલસુર ગામ ની ઘાટી ફળીયાની પ્રાથમિક શાળાના પટાગણમા ગરબાડા તાલુકાનો ત્રીજો સેવાસેતુ કાર્યક્રમ યોજવામા આવ્યો જેમા તાલુકા વિકાસ અઘીકારી, ગરબાડા નાયબ મામલતદાર ડી.કે.પરમાર, ગરબાડા તાલુકા આરોગ્ય અઘીકારી ડો. અશોક ડાભી તેમજ નેલસુર ગામના સરપંચ શૈલેશભાઈ, અભલોડ ગામના સરપંચો નઢેલાવ ગામના સરપંચો તાલુકા સભ્ય ઉપસ્થીત રહીને દીપ પ્રાગટયથી ઉદઘાટન કરવામા આવ્યુ. જેમા આરોગ્ય વિભાગ જેસાવાડા એમ.ઓ.ડો કેતન બારીયા, ગિરીશ પરમાર, રવી પરમાર, નીમેશ પરમાર, પ્રવીણ રાઠોડ, કમલેશ માવી, રાકેશ રાઠોડ, બળવંત બારીયા, સંદીપ પરમાર વગેરે આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય વિશેના લાભો તેમજ મલેરીયા, ડેંગ્યુ, સિકલસેલ, ટી.બી., લેપ્રસી વિશે લોકોને માહીતગાર કર્યા તેમજ OPD-98 કેસ, સીકલસેલ-33, મા વાત્સલ્ય-9 કાર્ડ તેમજ ગરબાડા ભારત ગેસ એજન્સી દ્વારા – 31, આધાર કાર્ડ – 34, મામલતદાર કચેરી ગરબાડા દ્વારા આવક જાતીના – 611 દાખલા સ્થળ પર આ તમામ લાભાથીઁને લાભ આપવામા આવ્યો.