GIRISH PARMAR -JJESAWADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડામાં તા.૨૫ એપ્રિલ ૨૦૧૮ના રોજ વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે જિલ્લા મલેરિયા અધિકારી અતીત ડામોર તથા ગરબાડા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અશોક ડાભીના માર્ગદર્શન હેઠળ મલેરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા મલેરિયા સુપરવાઇઝર ગોવિંદ સોની તથા કાંતિભાઈ કટારા, ગિરીશ પરમાર તથા ગરબાડા THOની તમામ આરોગ્ય ટીમના આયોજન હેઠળ આ રેલી ગરબાડા સબ સેન્ટર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.અશોક ડાભી સાહેબ દ્વારા લીલી ઝંડી આપી ઢોલ નગારા સાથે રેલી પ્રસ્થાન કરાવી હતી. આ રેલી ગરબાડા ગામમાં અનેક વિસ્તારો ફરી હતી. આ રેલીમાં જામ્બુઆ, ઝરી, પાંચવાડા, ગાંગરડી, મિનાક્યાર પાટિયા, જેસાવાડા, વજેલાવ, નઢેલાવ વગેરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપરવાઇઝર તથા MPHW ભાઈઓ FHW બહેનો તથા આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ રેલી સફળ બનાવી હતી.
આ રેલીનો મુખ્ય ધ્યેય ગામમાં કે સમાજમાં મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોને નાથવા લોકોમાં મલેરિયા વિશે જનજાગૃતિ, લાવવા તેમજ ૨૦૨૨ સુધી ગુજરાત મલેરિયા મુક્ત બને તે માટે આ રેલીનુ આયોજન કરવામાં આવ્યું.