NewsTok24 – Priyank Chauhan – Garbada
નવા વર્ષનાં દિવસે ગરબાડા ખાતે ઉજવાતા ગાયગોહરીનો તહેવાર આખા દાહોદ જીલ્લામાં પ્રખ્યાત છે. તેને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરમાણ ઉમટી પડે છે. ગાયગોહરીના તહેવારને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ગરબાડાના આજુબાજુના ખેડૂતો પોતાના પશુધનને શણગારવા માટે સામાનની ખરીદી માટે ઉમટી પડ્યા છે.
HONDA – RAHUL MOTORS DIWALI FESTIVAL
વર્ષોથી ચાલતી આ ગાયગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અહીની પ્રજા એટલાજ ઉત્સાહ સાથે અને ધામધૂમથી મનાવે છે. ખેડૂતો દીવાળીનાં દિવસે પોતાના પશુધનને નવડાવી મહેંદી લગાવે છે અને બીજા દિવસે એટલે કેનવા વર્ષના દિવસે વહેલી સવારે ફરી પશુધનને નવડાવી પશુધનના શરીરે તથા શીંગડાને રંગબેરંગી કલર કરી ભોરિંગા,મોરપીંછ, ઘૂઘરા, વિગેરે બાંધી તૈયાર કરી ગરબાડા નગરમાં ગોહરી પાડવા માટે લાવે છે અને ખેડૂતો પશુધનના ટોળાંની નીચે સૂઈ જઇ દંડવંત પ્રણામ કરી ગોહરી પડી ખેડૂતો ધન્યતા અનુભવે છે.
DIWALI WITH IDEA – PRIYANKA COMMUNICATION IS BAR DIWALI KI KHARIDI BRAHMANI KE SANG
ગરબાડામાં ખેડૂતો પોતાના પશુધનને શણગારવા માટે સામાનની ખરીદી કરતાં તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.