PRIYANK CHAUHAN GARBADA
નવાવર્ષનાં દિવસે ગરબાડા ખાતે ઉજવાતા ગાયગોહરીનો તહેવાર આખા દાહોદ જીલ્લામાં પ્રખ્યાત છે. ગરબાડા પંથકમાં વર્ષોથી ચાલતી આ ગાયગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અકબંધ છે અને અહીની પ્રજા એટલાજ ઉત્સાહ સાથે અને ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે. ગાય ગોહરી પર્વને માણવા ગામ પરગામથી મોટી સંખ્યામાં માનવ મહેરમાણ ઉમટી પડે છે. ગાયગોહરીના તહેવારને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ગરબાડા તેમજ ગરબાડાના આજુબાજુના ગામોના ખેડૂતો પોતાના પશુધનને શણગારવા માટે સામાનની ખરીદી માટે ઉમટી પડ્યા છે.
દીવાળીનાં દિવસે ખેડૂતો પોતાના પશુધનને નવડાવી મહેંદી લગાવે છે અને બીજા દિવસે એટલે કે નવાવર્ષના દિવસે વહેલી સવારે ફરી પશુધનને નવડાવી પશુધનના શરીરે તથા શીંગડાને રંગબેરંગી કલર કરી ભોરિંગા,મોરપીંછ, ઘૂઘરા વિગેરે બાંધી તૈયાર કરી ગરબાડા નગરમાં ગોહરી પાડવા માટે લાવે છે અને ખેડૂતો પશુધનના ટોળાંની નીચે સૂઈ જઇ દંડવત પ્રણામ કરી ગોહરી પડી ખેડૂતો ધન્યતા અનુભવે છે.
ગરબાડામાં ખેડૂતો પોતાના પશુધનને શણગારવા માટે સામાનની ખરીદી કરતાં તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.