Saturday, April 5, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડામાં ગેરકાયદેસર કતલખાના તેમજ મટનની દુકાનો ચલાવનારા આઠ ઇસમો સામે કાયદેસર કાર્યવાહી...

ગરબાડામાં ગેરકાયદેસર કતલખાના તેમજ મટનની દુકાનો ચલાવનારા આઠ ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરતી ગરબાડા પોલીસ

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના તેમજ મટનની દુકાનો બંધ કરાવવા તેમજ ગરબાડા તળાવમાં ગેરકાયદેસર મચ્છીમારી કરનાર ઇસમો વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવા સારું ગ્રામજનો દ્વારા ગરબાડા ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆતો કરાતાં ગેરકાયદેસર કતલખાના ચલાવનાર તેમજ મટન વેચનાર આઠ ઇસમોને તેમના કતલખાના તેમજ મટનની દુકાનો બંધ કરવા ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં મટન વેચનાર ઇસમોએ નોટીસની અવગણના કરી તેમના કતલખાના તેમજ મટનની દુકાનો ચાલુ રાખતા જેને લઈને આ આઠેય વ્યક્તિ ઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનના નામ જોગ પોલીસ ફરીયાદ આપવામાં આવી હતી.

ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આપવામાં આવેલ ફરીયાદના આધારે ગરબાડા પોલીસે ફરીયાદમાં જણાવેલ કે નામવાળા વ્યક્તિઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ કલમ.૧૫૧ પ્રમાણે કાર્યવાહી કરી તમામને કોર્ટ NC મેમો આપવામાં આવ્યો હતો.

તો બીજી તરફ મંદિરો તરફના રસ્તા ઉપર ઠાલવવામાં આવતો દુર્ગંધ મારતા કચરાની ગંદકીની સફાઈ સંબંધિત તંત્ર દ્વારા આજદિન કરવામાં આવી નથી કે દવાની છંટકાવ કરવામાં આવ્યો નથી જેના લીધે લોકોની ધાર્મિક લાગણી દુભાય રહી છે અને હાલમાં ચોમાસાની સિઝન ચાલતી હોવાથી આવી દુર્ગંધ મારતી ગંદકીથી રોગચાળો ફેલાવાની પણ દહેશત રહેલી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments