
PRIYANK CHAUHAN – GARBADA
આજરોજ તા.૨૭/૦૯/૨૦૧૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી ગરબાડા ખાતે પ્રયોજના વહીવટદાર અધિકારીનાં અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
ગરબાડામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા બાબતે ગરબાડા ગામનાં જાગૃત નાગરિક જયેશભાઈ જોશી દ્વારા તેમની અરજીના અનુસંધાને મામલતદાર સાહેબ તેમજ પ્રયોજના વહીવટદાર અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગરબાડા મામલતદાર સાહેબે આ રજૂઆતને ધ્યાનમાં લઈ તેની ગંભીરતાથી નોંધ લીધી હતી.
આજના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અન્ય અરજદારોએ પણ તેમની અરજીના અનુસંધાને મામલતદાર સાહેબ તેમજ પ્રયોજના વહીવટદાર અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.