Sunday, December 29, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડામાં ગેરકાયદેસર રીતે ચાલતી મટનની દુકાનો બંધ કરાવવા બાબતે ગરબાડા ગ્રા.પંચાયત દ્વારા...

ગરબાડામાં ગેરકાયદેસર રીતે ચાલતી મટનની દુકાનો બંધ કરાવવા બાબતે ગરબાડા ગ્રા.પંચાયત દ્વારા પોલિસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી

Priyank-new-Passport-Pic-258x300(1)
logo-newstok-272-150x53(1)
Priyank Chauhan Garbada 

ગરબાડામાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી મટનની દુકાનો બંધ કરાવવા માટે ગરબાડા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તેમજ ગ્રામસભામાં વારંવાર થતી રાજુઆતોને પગલે ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ગરબાડા પોલિસ સ્ટેશનમાં તમામ મટન વેચનાર દુકાનદારોના નામ જોગ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં અરજી આપવામાં આવેલ છે.

ગરબાડામાં ચાલતી મટનની દુકાનો બંધ કરાવવા બાબતે ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ગરબાડા પોલિસ સ્ટેશનમાં આપવામાં આવેલ લેખિત અરજી જણાવ્યા મુજબ, ગરબાડા ગામ તળાવની પાળ ઉપર સરકારી જમીનમાં બિનકાયદેસર મટનની દુકાન ચાલુ કરેલ છે જેની ગંદકી તળાવમાં નાખવાથી તળાવનું પાણી દુષિત થાય છે તેમજ ગરબાડા કુમાર શાળાની પાસે, ઘાંચીવાડા વિસ્તારમાં, રામદેવપીર મંદિર વાળા રસ્તે તથા ચમાર વાસના કૂવા પાસે તથા ગરબાડા આઝાદ ચોક વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર મટનની દુકાનો ખુલ્લેઆમ ધમધમતી હોવાને લીધે તળાવમાં પણ ગંદકી થાય છે તેમજ ગરબાડા કુમાર શાળાની પાસે મટનની દુકાન ધમધમતી હોવાથી શાળાએ જતાં બાળકો ઉપર પણ તેની વિપરીત અસર પડે છે અને અમુક બાળકો શાળાએ આવતા પણ નથી અને તેની અસહ્ય દુર્ગંધના કારણે ગામમાં રોગચાળો પણ ફેલાવવાની પણ ભીતિ રહે છે.

વધુમાં અરજીમાં જણાવ્યુ છે કે, ગરબાડા ખાતે ભરાતા અઠવાડિક હાટ બજારમાં પણ આજુબાજુના ગામના ઇસમાઓ દ્વારા મરેલા સુકાયેલા દુર્ગંધ મારતા માછલા તેમજ તેવી જાતના અન્ય જળ માછલીઓનું કાપીને પણ ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે તેની દુર્ગંધ આરોગ્ય માટે હાનિકારક છે. જેથી આવા માછલા વેચનાર સામે તથા ગરબાડામાં ગેરકાયદેસર રીતે મટનની દુકાન ચલાવનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આવી દુકાનો બંધ કરાવવા માટે ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ તારીખ.૧૯/૦૪/૨૦૧૬ ના રોજ ગરબાડા પોલિસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલ છે.

(Byte :  મહેન્દ્ર ગોહિલ, (ત.ક.મંત્રી, ગરબાડા ગ્રા.પંચાયત) : ગરબાડામાં જાહેરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના શાળાની બાજુમાં ચાલતા હોય જેથી બાળકોના આરોગ્ય તથા તેમના મન પર ખોટી અસર થવાના કારણે તેમજ ગામમાં કતલખાનાઓની આસપાસ દુર્ગંધથી રોગચાળો ફેલાવવાની ભીતિ હોય છે જે બાબતે પંચાયતની સામાન્ય સભામાં તથા ગ્રામ સભામાં વારંવાર રજૂઆતો થતી હોય છે જે રજૂઆતો દયાને લઈ આજરોજ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments