દાહોદ જિલ્લાના ગરબાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા નિલેશભાઈ ઠાકોર લોકડાઉનનું ચુસ્તપાલન થાય અને સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે ગ્રામ પંચાયતના સાથી કર્મચારીઓ જોડે ગત તા.26/05/2020 ના મંગળવારના રોજ ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનો ચેક કરવા નીકળ્યા હતા, ત્યાં એક કાપડની દુકાન ખુલ્લી જોવાતા નિલેશભાઈએ આ દુકાનદારને જણાવેલું કે કલેક્ટરના જાહેરનામાના પ્રમાણે આજે મંગળવારના દિવસે કાપડની દુકાનો ખોલવી નહીં તેમ છતાં તમારી દુકાન તમોએ ખોલેલ છે તેમ જણાવતાં દુકાનદાર હુસેનભાઈ ઝુઝરભાઈ ખરોદાવાલા અને જોહરભાઈ અલીહુસેન ખરોદાવાલાએ એકદમ ઉશ્કેરાઈ જઈ નિલેશભાઈને ગાળો બોલી બે ત્રણ મુકા મારી દેતા નિલેશભાઈને ડાબી આંખના ભાગે ઇજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યો હતો. દુકાનદારે હુમલો કરતાં બૂમાબૂમ થતા આજુબાજુના રહીશોએ દોડી આવી નિલેશભાઈને છોડાવ્યા હતા તથા ગ્રામ પંચાયતના બીજા કર્મચારીઓ પણ આવી જઇ નિલેશભાઈને સારવાર કરાવી હતી. આ વાતની જાણ સરપંચ, તલાટીને થતા તેઓએ ગરબાડા મામલતદારને આ બાબતની જાણ કરતા ગરબાડા મામલતદાર દ્વારા આ દુકાનદારની દુકાન સીલ કરવામાં આવી હતી. આ બંને દુકાનદારો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ તેમજ કર્મચારીને માર મારતા કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
ગરબાડામાં દુકાન બંધ કરવા બાબતે પંચાયતના કર્મી પર વેપારીએ કર્યો હુમલો
RELATED ARTICLES