Priyank Chauhan Garbada
પલ્સ પોલિયો કાર્યક્રમ ૨૦૧૬ અંતર્ગત આજરોજ તારીખ.૧૭/૦૧/૨૦૧૬ ના રોજ યોજાયેલ પોલીયો રસીકરણના ભાગરૂપે ગરબાડા પંચાયત ઓફિસ (પોલિયો બુથ) ખાતે ૫ વર્ષ સુધીના બાળકોને ઓરલ પોલિયો વેક્સિનના બે ડ્રોપ્સ પીવડાવવામાં આવ્યા હતાં.
આ પોલિયો કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય મોહિન્દ્રાબેન રાઠોડ, ગરબાડા ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્રસિંહ રાઠોડ તથા પાંચવાડા PHC નાં મેડિકલ ઓફિસર વિગેરે ઉપસ્થિત રહી પોલિયો રસીકરણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો.