Wednesday, January 22, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડામાં બસ સ્ટેશન બનવવા બાબતે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત

ગરબાડામાં બસ સ્ટેશન બનવવા બાબતે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત

Priyank new Passport PicNewsTOk24 – Priyank Chauhan – Garbada

 ગરબાડા તાલુકો બન્યાને અશરે 17 વર્ષ જેટલો સમય થયેલ હોવાછતાં ગરબાડા ગામમાં બસ સ્ટેશન કે પિકઅપ સ્ટેન્ડની સુવિધા આજદિન સુધી કરવામાં આવી નથી. જેના કારણે મુસાફરોને ખુબજ હાલાકી વેઠવી પડે છે. બસ સ્ટેન્ડના અભાવે અમુક બસો જૂના બસ સ્ટેન્ડ ઉપર આવે છે તો અમુક બસો તળાવ ઉપર આવે છે જ્યારે અમુક બસો ગામ બહાર હાઇવે ઉપરથી બારોબાર જતી રહેતી હોય છે. જેના કારણે મુસાફરો અટવાઈ જાય છે. અમુક બસો બારોબાર ગામ બહાર હાઇવે ઉપરથી જતી રહેતી હોય જેના કારણે મુસાફરોને ગામ બહાર હાઇવે ઉપર બસ પકડવા માટે જવું પડે છે.IMG-20151029-WA0207

       ગરબાડા ગામમાં નવીન બસ સ્ટેન્ડ બનાવવા બાબતે ગામના સ્થાનિક રહીશો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો વારંવાર કરવામાં આવે છે. તેમ છતાં પણ કોઈ નિરાકરણ આજદિન સુધી આવેલ નથી.

       જાણવા મળ્યા મુજબ હાલમાં ગરબાડા ગામના સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી દાહોદ સમક્ષ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગરબાડામાં નવીન બસ સ્ટેન્ડ બનાવવા બાબતે રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યુ કે, હાલમાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી હોય જેની આચારસંહિતા હટયા બાદ જે તે સમસ્યાનો નિરાકરણ લાવવા બાબતે અશ્વાશન આપેલ છે. તેવું જાણવા મળેલ છે.

       તસવીરમાં ગામ બહાર હાઇવે ઉપરથી બારોબાર જતી-આવતી  નજરે પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments