THIS NEWS POWERED BY : RAHUL MOTORS
હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો અનેરો અને વિશેષ મહિમા છે, તેમાય શ્રાવણ માસના સોમવારનું ખાસ મહિમા છે. વર્ષોથી શ્રાવણ માસ દરમ્યાન કોઈ એક સોમવારના દિવસે ગરબાડા નગરમાં ભગવાન શિવજીની સવારી (શોભાયાત્રા) નિકાળવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિતે ભગવાન શિવજીની શોભાયાત્રા (સવારી) ગરબાડા નગરમાં કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો શોભાયાત્રામાં જોડાયા હતા.